स्थानीय
પૂરી-ગાંધીધામ એક્સપ્રેસમાં ૪.૩૫ લાખના ગાંજાના પેકેટ પકડાયા
પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફની તપાસ દરમ્યાન બર્થ નંબર ૭૯ નીચેથી ૮ કિલો ૭૧૬ ગ્રામ ગાંજાના ૮ પેકેટ મળી, જેની કિંમત રૂ.૪.૩૫ લાખ છે.
પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફની તપાસ દરમિયાન ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો. ટ્રેનના એસ-૧ કોચમાં બર્થ નંબર ૭૯ નીચેથી બિનવારસી રેક્ઝિન બેગ મળી આવી હતી.
બેગની તપાસ કરતાં તેમાં ૮ કિલો ૭૧૬ ગ્રામ ગાંજાનાં ૮ પેકેટ મળી આવ્યાં હતાં, જેની અંદાજિત કિંમત રૂ.૪.૩૫ લાખ થાય છે. ગાંજાનો જથ્થો જપ્ત કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગાંધીધામ રેલવે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
રેલવેમાં નશીલા પદાર્થોની હેરાફેરી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.