कृषि
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 'પ્રભા' પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું ઉદ્ઘાટન
यहाँ देखें:
▶️ YouTube
ગુજરાત સરકારની 'પ્રભા – પ્રાકૃતિક કૃષિ ભારત' પહેલ હેઠળ પારડી તાલુકામાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વધુ બે વેચાણ કેન્દ્રોનું શુભારંભ કરવામાં આવ્યું છે, જે ખેડૂતોને સીધી બજાર અને ગ્રાહકોને શુદ્ધ પેદાશો પૂરી પાડશે.
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને આ પદ્ધતિ તરફ વાળવાના પ્રયાસોના ભાગરૂપે 'પ્રભા – પ્રાકૃતિક કૃષિ ભારત' નામથી પ્રાકૃતિક કૃષિ પેદાશોના વધુ બે વેચાણ કેન્દ્રોનું વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં શુભારંભ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પારડી તાલુકા પંચાયત સામે આવેલ પ્રભા કિઓસ્કનું રિબીન કાપીને ઉદ્ઘાટન પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ નાયકાના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે ખેડૂત તાલીમ કેન્દ્ર પાસે, પારડી ખાતે આવેલા બીજા પ્રભા કિઓસ્કનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ તથા ન્યાય સમિતિના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
'પ્રભા – પ્રાકૃતિક કૃષિ ભારત' પહેલનો મુખ્ય હેતુ વલસાડ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો અને ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સીધા ખેડૂતો પાસેથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ વેચાણ કેન્દ્રો પર તાજાં શાકભાજી, મોસમી ફળો, અનાજ, કઠોળ, મસાલા, તેમજ વિવિધ પ્રકારની મૂલ્યવર્ધિત પેદાશો અને અન્ય પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ઉપલબ્ધ રહેશે. આના માધ્યમથી ખેડૂતોને સ્થાનિક બજાર મળશે અને ગ્રાહકોને રસાયણમુક્ત પેદાશો સરળતાથી મળી શકશે. આ વેચાણ કેન્દ્રો સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે.
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, આ પહેલથી એક તરફ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સીધું વેચાણ અને યોગ્ય બજાર વ્યવસ્થા પ્રાપ્ત થશે, તો બીજી તરફ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વપરાશ અંગે જાગૃતિ વધશે. તેમણે કહ્યું કે 'પ્રભા' ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ બની વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હાલમાં વલસાડ જિલ્લામાં કુલ પાંચ કિઓસ્ક કાર્યરત છે, જેમાં વલસાડમાં ત્રણ અને પારડીમાં બે નો સમાવેશ થાય છે.
વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણને પ્રોત્સાહન આપવા જિલ્લા કલેકટર નિતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, નિવાસી અધિક કલેકટર કશ્યપ ડાભી, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫ 'પ્રભા – પ્રાકૃતિક કૃષિ ભારત' વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ પહેલને વધુ વિસ્તૃત કરવાના ભાગરૂપે આગામી એક દિવસમાં ધરમપુર ખાતે વધુ એક પ્રભા વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આમ, જિલ્લામાં પ્રભા વેચાણ કેન્દ્રોનું નેટવર્ક વધુ મજબૂત બનશે અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પોતાની ખેતપેદાશોના વેચાણ માટે વધુ સુવિધાજનક બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થશે.