स्थानीय
જાફરાબાદમાં સિંહના હુમલાથી શીનુભાઈ દેવાભાઈ બારૈયાની ગંભીર ઈજા, ભયનો માહોલ
यहाँ देखें:
▶️ YouTube
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સિંહના હુમલાથી શીનુભાઈ દેવાભાઈ બારૈયાની ગંભીર ઈજા થઈ, વન વિભાગે પાંજરા મુકવાની તૈયારી કરી.
સિંહના હુમલાની ઘટના અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર નજીક કોબળીની વાવ વિસ્તારમાં ધોળા દિવસે બની. ગુરુવારે સાંજે શીનુભાઈ દેવાભાઈ બારૈયા પોતાના પશુઓ સાથે ચરાવવા ગયા હતા, ત્યારે પાછળથી આવેલા સિંહે અચાનક તેમના પર હુમલો કર્યો, જેના કારણે શીનુભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી.
સ્થાનિક લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને શીનુભાઈને પહેલા જાફરાબાદ અને ત્યારબાદ રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી, અને RFO જીજ્ઞાશા છેતરાણીયાના જણાવ્યા મુજબ હુમલાખોર સિંહનું લોકેશન મેળવવા આસપાસના વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહને પકડવા માટે પાંજરા મુકવાની પણ તૈયારી કરવામાં આવી છે.
ધોળા દિવસે માનવી પર સિંહનો હુમલો થતાં સ્થાનિક માલધારીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને બાળકો-વડીલોને ઘરમાં જ સુરક્ષિત રાખે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માનવ અને સિંહ વચ્ચે સંઘર્ષની ઘટનાઓ વધી રહી છે, અને લીલિયા રેન્જમાં 12-15 સિંહ હોવાનું વન વિભાગનું અનુમાન છે.