🔥 ट्रेंडिंग ओडिशा पुलिस CPSE 2026 परीक्षा की तिथिय... ओडिशा में शुरुआती चेतावनी सुधार से बिज... ओडिशा ने 19 परियोजनाओं को मंजूरी दी, क... गुजरात में संविधान दिवस, युवा, लोकतंत्... गुजरात के उपमुख्य मंत्री कल से जनजातीय... गुजरात पुलिस भर्ती 2026: 13,152 लोकरक्...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહેસાણા જિલ્લામાં ઘરફોડ અને બોર કેબલ ચોરી ગેંગ પકડાઈ, ૧૪ ગુનાઓનું ઉકેલ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 27 नव. 2026, 12:35 AM 👁 37
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માહેસાણા જિલ્લામાં બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ અને બોર કેબલ ચોરી કરતી ગેંગને પકડવામાં આવી, કુલ ૧૪ કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો..

મહેસાણામાં-:
બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેતરોના બોર અને ઘરફોડ દ્વારા કેબલ વાયરની ચોરી કરતી ગેંગને પોલીસ પર્દાફાસ કરી.પોલીસ દ્વારા ૩ શખ્સો,ચોરીનો માલ ખરીદનાર રાંચરડાની એક મહિલા વેપારી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડવામાં આવ્યા,જેના પરિણામે કુલ ૧૪ કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો.ગાંધીનગર રેન્જ આઈજી વિન્દરસિંહ યાદવ મહેસાણા એસપી હિમાંશુ સોલંકી અને કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ બાવલુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી જી બડવા અને સર્વેલન્સ સ્કોડની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી..

મેઢા ચોકડી પાસે મળેલી બાતમી મુજબ કણઝરી ગામના પાટિયાથી ચંદનપુરા ગામના પાટિયા વચ્ચે માયનોર કેનાલ પર કેબલ વાયરના ગૂંચળા વેચવા માટે શખ્સો જતા હતા.પોલીસે વોચ ગોઠવીને ઉનાલી (તા. કલોલ) ના રહેવાસી વિપુલજી નાગજીજી ઠાકોર (ઉંમર ૨૧) અને અનિલજી લાલાજી ઠાકોર (ઉંમર ૧૯) ને પકડ્યા. તેમની પાસેથી ૧૫ કિલો અર્ધ-બળેલા તાંબાના કેબલ વાયરના ગૂંચળા (મૂલ્ય રૂ. ૧૦,૫૦૦) મળી.સઘન પૂછપરછમાં આરોપીઓએ બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડા આદરજ,વડાવી,ઝાલોડા,જેસંગપુરા અને નદાણ ગામોથી કુલ ૩૧૦ મીટર કેબલ વાયર ચોરી કરવાના ૭ ગુનાઓ કબૂલ કર્યા. ઉપરાંત, ગયા અઠવાડિયામાં બોપલ, રાંચરડા, રણછોડપુરા, શીલજ-નાદોલિયા રોડ,ઉનાલી કેનાલ, ડાભલા અને મણીપુર (ગરોડીયા) વિસ્તારમાં બોર અને થાંભલા પરથી કેબલ ચોરીના અન્ય ૭ ગુનાઓ કરવામાં આવ્યા.તપાસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે જાડેજા અને ટીમે રાંચરડા ખાતે કેબલ ખરીદનાર મહિલા વેપારીને ધરપકડ કરી,તેની પાસેથી ૧૬૦ કિલો તાંબાના કેબલ વાયરના ગૂંચળા (મૂલ્ય રૂ.૧,૧૨,૦૦૦) કબજે કર્યા.
📲Get App