🔥 TRENDING અમદાવાદમાં 23 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંત... ધાંગધ્રા શહેરમાં કોંગ્રેસની તળાકા-સ્તર... NAVYA 2.0 to be officially launched in... गांव मिर्जापुर को कई ढाणियों से जोड़ती... Punjab & Haryana High Court Orders CBI... Haryana Dhaba Bloodbath: Police Probe...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની મુલાકાત લીધી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 27 Nov 2026, 05:15 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સરકારના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ૭૨ કલાકના વિધાનસભા કાર્યક્રમ અંતર્ગત ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તારના પ્રવાસ દરમિયાન જીતનગર સ્થિત બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ પહેલાં તેમણે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

યુનિવર્સિટી મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ કેમ્પસની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ની અમલવારી અને કૌશલ્ય વિકાસ અંગે માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું સીમિત ન રહેતાં સ્કિલ ડેવલપમેન્ટ, રોજગારલક્ષી શિક્ષણ અને પોતાની આવડતને વિકસાવવા પર ભાર મૂક્યો હતો.

તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વૈશ્વિક પ્રવાસન સ્થળોએ રોજગારીની તકોનો લાભ લેવા વિદ્યાર્થીઓને વિદેશી ભાષાઓનું જ્ઞાન મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ આધુનિક શિક્ષણ અને ટેકનોલોજીની સાથે આદિવાસી સમાજની પરંપરાગત કળા-હુનર, સંસ્કૃતિ, વારસો તેમજ ઔષધીય વનસ્પતિઓ અને આયુર્વેદિક જ્ઞાનને શિક્ષણ સાથે જોડવાની હિમાયત કરી હતી.

વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં તેમણે નિરમા સંસ્થાની સફળતા અને રાજસ્થાનના આદિવાસી મીના સમુદાયની પ્રગતિનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા માટે પોતાની ક્ષમતાની ઓળખ, તબક્કાવાર આયોજન, ધીરજ અને સતત પ્રમાણિક મહેનત જરૂરી છે.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધારવા, કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓ માટે રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો.
📲Get App