🔥 TRENDING Mizo Innovator Becomes First Northeast... Two FIRs Filed in Jaipur Over Plot All... Hundreds of Monkeys Roam Taj Mahal Gat... Argument Over Plastic Dumping on Yamun... Man Performs Aarti Inside Moving Train... Gisele Bündchen urges gratitude as pat...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કેબિનેટ મંત્રી પી. સી. બરંડા ત્રણ દિવસીય પ્રવાસે ધરમપુર પહોંચ્યા

✍️ Reporter: VITHALBHAI CHAUDHARI 🗓 27 Nov 2026, 02:26 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વામિનારાયણ મંદિરથી પ્રવાસનો પ્રારંભ, બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઐતિહાસિક લાયબ્રેરીની મુલાકાત લીધી

કેબિનેટ મંત્રી પી. સી. બરંડા ત્રણ દિવસીય પ્રવાસે ધરમપુર પહોંચ્યા

સ્વામિનારાયણ મંદિરથી પ્રવાસનો પ્રારંભ, બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઐતિહાસિક લાયબ્રેરીની મુલાકાત લીધી

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પી. સી. બરંડા ત્રણ દિવસીય પ્રવાસે ધરમપુર પહોંચ્યા હતા. તેમના પ્રવાસની શરૂઆત શુક્રવાર, તા. 27 નવેમ્બર 2026ના રોજ સવારે ધરમપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતેથી કરવામાં આવી હતી.પ્રવાસના પ્રારંભે મંત્રીશ્રીએ ધરમપુરમાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે બિરસા મુંડાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી પી. સી. બરંડા તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ મંત્રીશ્રીએ ધરમપુરની ઐતિહાસિક લાયબ્રેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે લાયબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં આગળ વધવા, સતત અભ્યાસ કરવા અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા હતા.મંત્રીશ્રીના આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન ધરમપુર વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો અને મુલાકાતો યોજાનાર હોવાથી સ્થાનિક લોકોમાં પણ પ્રવાસને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.
📲Get App