Crime
બનાસકાંઠામાં ૩.૮૫ લાખના મોડ્યુલની ચોરીનો ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીઓ પકડાયા..
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં બીએસએનએલ ટાવર પરથી ચોરેલા ૪જી નેટવર્ક મોડ્યુલને લઈને શિહોરી પોલીસે ત્રણ આરોપીઓને પકડી લીધા છે. આરોપીઓ પાસેથી કુલ કિંમત ૩,૮૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે..
બનાસકાંઠાના-:
શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ગઈ તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૨ ના રોજ કાંકરેજ તાલુકાના જાલમોર ગામે આવેલા બીએસએનએલ મોબાઈલ ટાવર પરથી ૪જી નેટવર્ક મોડ્યુલ નંબર ૦૩ ચોરી થતાં સરતાનજી ભવાનજી કુડેચા દ્વારા ફરિયાદ નોંધાવી હતી.આ ઘટના બાદ શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નંબર ૧૧૧૯૫૦૪૪૨૬૧૨૨૭/૨૦૨૬ નોંધાયો હતો, જે સમયે વણશોધાયેલ ગુન્હો હતો.ઇચાર્જ પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા આગાઉ મોબાઈલ ટાવરના કેબલ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી..
નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગના માર્ગદર્શન હેઠળ શિહોરી પોલીસે તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ અમરાજી નોકરીએ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની હકિકત મેળવી હતી,જેના પગલે ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓમાં મહેશજી દલપતજી કુડેચા,કેતનજી જયંતીજી કુડેચા અને સંજયજી પ્રધાનજી કુડેચા (સૌ ઠાકોર,ખેડૂત,રહે.કુવારવા,તા.કાંકરેજ)નો સમાવેશ થાય છે.આ ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો ૧૦૦% મુદ્દામાલ જેની કિંમત ૩,૮૫,૦૦૦ રૂપિયા છે,રિકવર કરવામાં આવ્યો છે.આરોપીઓએ પૂછપરછ દરમિયાન ગુન્હાની કબૂલાત કરી છે..
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશજી અગાઉ એકોર્ડ ટાવર કંપનીમાં રિગર (હેલ્પર) તરીકે કામ કરતા હતા અને બે વર્ષ પહેલા નોકરી છોડી દીધી હતી. તેમને ટાવરમાં આવતા પાવર મોડ્યુલ, કેબલમાં રહેલા કોપર અને એલ્યુમિનિયમ મટીરીયલ વિશે જાણકારી હોવાથી તેમણે સાથે મળીને આ ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરીને તેમને અટકળી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં આર કે પટેલ પોલીસ ઈન્સપેક્ટર શિહોરી પોલીસ સ્ટેશન,અમરસિંહ ચમનજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શિહોરી પોલીસ સ્ટેશન,હરદાસભાઇ ભારમોલભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શિહોરી પોલીસ સ્ટેશન,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર અમ૨તલાલ શિહોરી પોલીસ સ્ટેશન,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દલપસિંહ પીરાજી શિહોરી પોલીસ સ્ટેશન,દશરસિંહ અમરાજી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શિહોરી પોલીસ સ્ટેશન,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જગદિશસિંહ લક્ષ્મણસિંહ શિહોરી પોલીસ સ્ટેશન,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ગોરધનભાઈ કસનાજી શિહોરી પોલીસ સ્ટેશન એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.