🔥 TRENDING बाजपुर में वन विभाग की SOG टीम ने लकड़... Bihar BJP Chief Accuses Rahul Gandhi o... Maharashtra to See 2–4°C Drop in Minim... PM Modi Commends Bihar Museum's Top Ra... NCP (SP) Demands Apology from Congress... Sanjay Raut Criticises Sharad Pawar’s...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના નાના ભંડારીયા અને ફતેપુર મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 27 Nov 2026, 09:22 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના નાના ભંડારીયા અને ફતેપુર મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

નાના ભંડારીયા મુકામે રૂ. ૩૫.૭૦ લાખના ખર્ચે સુવિધાસભર આરોગ્ય મંદિર આકાર પામશે, ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ સંપન્ન

ફતેપુર મુકામે ભૂલકાંઓ માટે રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત સુવિધાસભર આંગણવાડીનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી વેકરીયા

છેવાડાના માનવી સુધી આરોગ્ય, શિક્ષણ અને વહીવટી સુવિધાઓ સરળતાથી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ


અમરેલી તા. ૨૬ નવેમ્બર
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે અમરેલી તાલુકાના નાના ભંડારીયા અને ફતેપુર ગામે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

નાના ભંડારીયા મુકામે ગ્રામજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવાના હેતુથી અંદાજે રૂ. ૩૫.૭૦ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર સુવિધાસભર આરોગ્ય મંદિરનું રાજ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરમાં નિયમિત આરોગ્ય તપાસણી, લેબોરેટરીની સુવિધા, સગર્ભા માટેની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ ઉપરાંત, ગામના વહીવટી કાર્યો વધુ વેગવંતા અને સુગમ બને તે માટે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરી ગ્રામજનોની સેવામાં સમર્પિત કરવામાં આવ્યું હતું. આ ગ્રામ પંચાયત ભવન અંદાજિત રૂ. ૨૫ લાખના ખર્ચે આકાર પામ્યું છે.

ઉપરાંત ફતેપુર મુકામે નાના ભૂલકાંઓના સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ લોકાર્પણ કર્યું હતું. આ નવીન આંગણવાડીથી ગામના બાળકોને પોષણ અને શિક્ષણ માટેનું ઉત્તમ વાતાવરણ મળી રહેશે.

આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ ગામમાં થયેલા આ મહત્વપૂર્ણ વિકાસકાર્યો બદલ રાજ્ય સરકાર અને રાજ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
📲Get App