🔥 TRENDING बाजपुर में वन विभाग की SOG टीम ने लकड़... Bihar BJP Chief Accuses Rahul Gandhi o... Maharashtra to See 2–4°C Drop in Minim... PM Modi Commends Bihar Museum's Top Ra... NCP (SP) Demands Apology from Congress... Sanjay Raut Criticises Sharad Pawar’s...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વાગત’ એટલે સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ત્વરિત અને સંવેદનશીલ નિરાકરણનો વિશ્વાસ....

✍️ Reporter: Atul Thakor 🗓 27 Nov 2026, 09:21 AM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
‘સ્વાગત’ એટલે સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ત્વરિત અને સંવેદનશીલ નિરાકરણનો વિશ્વાસ....

​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો-ફરિયાદો સાંભળીને જિલ્લા કલેક્ટરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓને પોઝિટીવ એપ્રોચ સાથે સમયમર્યાદામાં ઉકેલ લાવવા સ્પષ્ટ તાકીદ કરી; નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં 240થી વધુ રજૂઆતો ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્વાગત મળીને 4,122થી વધુ રજૂઆતો પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી...

​🔹 મંજૂર થયેલા પ્લોટનો કબજો અને સનદ સોંપવા, ગેરકાયદેસર દબાણો દૂર કરવા મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓ

​🔹 ભાવનગર જિલ્લાના સાગવાડીના ગ્રામીણ ખેડૂતને ગામતળનો પ્લોટ નજીકના ગામમાં જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં ફાળવવા જિલ્લા તંત્રને સૂચના

​🔹 ખેતીની જમીનમાં ભરાઈ રહેતા ગટરના ગંદા પાણીની સમસ્યા સત્વરે દૂર કરવા ગટરલાઈન કામગીરી તાત્કાલિક હાથ ધરવા દિશાનિર્દેશ

​🔹 વડોદરાના તાંદલજા તળાવની બ્યુટીફિકેશન કામગીરી સત્વરે પૂરી કરવા શહેરી સત્તા તંત્રને આદેશ

​🔹 કાયદાકીય પ્રક્રિયા વિના રોડના એલાઇનમેન્ટમાં લેવાયેલી જમીન માટે તાત્કાલિક ઉકેલની સૂચના
📲Get App