🔥 ट्रेंडिंग ಬೆಂಗಳೂರು-ತುಮಕೂರು ರಸ್ತೆಯಲ್ಲಿ ವೇಗದ ಲಾರಿ... राजाखेड़ा में कल शुक्रवार को प्रधान पद... पूर्णिया पुलिस ने अभियान चला कर कई नेत... ਬਠਿੰਡਾ ’ਚ 27 ਨਵੰਬਰ ਨੂੰ ਰਾਤ 8 ਵਜੇ ਹੋਵੇਗ... आसाम सरकार और एयर्टेल ने ₹705 करोड़ डे... असम में 2 दिसंबर को नई 870‑बेड GMCH अस...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આર્મીની મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત્ત અધિકારીઓને પૂર્વ સૈનિકનો દરજ્જો અપાયો*

✍️ रिपोर्टर: Alpeshkumar Amruthbai Patel 🗓 26 नव. 2026, 08:49 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આર્મીની મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત્ત અધિકારીઓને પૂર્વ સૈનિકનો દરજ્જો અપાયો*

*આર્મીની મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત્ત અધિકારીઓને પૂર્વ સૈનિકનો દરજ્જો અપાયો*
***
*નિવૃત્ત મિલિટરી નર્સિંગ સર્વિસના અધિકારીઓને પૂર્વ સૈનિકોની વિવિધ યોજનાઓ અને લાભોનો લાભ મળશે*
***
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળના પૂર્વ સૈનિક વિભાગના તાજેતરના ગેઝેટ નોટિફિકેશન અને દિશા-નિર્દેશો અનુસાર મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત્ત અધિકારીઓને હવે પૂર્વ સૈનિકનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયથી મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત્ત અધિકારીઓ અન્ય પૂર્વ સૈનિકોની જેમ વિવિધ સરકારી યોજનાઓ અને કલ્યાણકારી લાભો મેળવવા માટે હકદાર બન્યા છે.

આ અંગે હિંમતનગર (સાબરકાંઠા) સ્થિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મિલિટરી નર્સિંગ સર્વિસમાંથી સન્માનપૂર્વક નિવૃત્ત થયેલા અધિકારીઓ પણ હવે પૂર્વ સૈનિક ઓળખપત્ર મેળવવા માટે પાત્ર છે.

પૂર્વ સૈનિક ઓળખપત્ર મેળવવા ઇચ્છુક નિવૃત્ત અધિકારીઓએ ગુજરાત સરકારની વેબસાઇટ www.esm.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે હિંમતનગર સ્થિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની કચેરીના ફોન નંબર ૦૨૭૭૨-૨૪૫૫૩૦ પર સંપર્ક કરી શકાશે. એમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
***

રિપોટર અલ્પેશ પટેલ વડાલી
📲Get App