Crime
સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી ડિજિટલ એરેસ્ટ ફ્રોડના આરોપીને પકડી પાડ્યો..
સાબરકાંઠા જિલ્લામાં ડિજિટલ એરેસ્ટના નામે છેતરપીંડી કરનાર અને એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનમાંથી પકડી પાડ્યો છે..
સાબરકાંઠામાં-:
ડિજિટલ એરેસ્ટના નામે છેતરપીંડી કરનાર અને એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગરની ટીમે રાજસ્થાન રાજ્યમાંથી પકડી પાડ્યો છે.આરોપીની ઓળખ અનિલ સન ઓફ રાજપાલ જાટ (ચૌધરી) તરીકે થઈ છે,જે રાજસ્થાનના સિકર જિલ્લામાં ફતેપુરા તાલુકાના બાલાજીનગર ગામના રહેવાસી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના સૂચન પર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલ (હિંમતનગર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન વસાવાની ટીમે 09/11/2025 ની તારીખે હિંમતનગર ખાતે નોંધાયેલ એક ગુનાની તપાસ કરી હતી,જેમાં રજિસ્ટર નંબર-11209058250003/2025 હેઠળ છેતરપીંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ઓનલાઇન છેતરપીંડી દ્વારા મેળવેલી રકમ અલગ અલગ બેંક ખાતાઓમાં ખોલાવી,એકાઉન્ટ હોલ્ડર પાસેથી વિગતો મેળવી અને એ.ટી.એમ.કાર્ડ મારફતે રકમ ઉપાડી હતી.ત્યારબાદ સાયબર સિન્ડિકેટના સભ્યોના બાયનાન્સ એકાઉન્ટમાં યુ.એસ.ડી.ટી.મારફતે રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો..
આ સફળતા માટે કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન વસાવા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ રબારી,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અમિતભાઇ રામાભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શુકલજીતસિંહ પ્રવિણસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિશનકુમાર શનાભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પાર્થકુમાર શામળભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અનિલસિંહ દલપતસિંહ પ્રશંસનીય કામગીરીને ઓળખ આપવામાં આવી છે.