🔥 TRENDING CSK captain Ruturaj Gaikwad posts cryp... Rohit Pawar urges full‑time Maharashtr... Former Noida Police Commissioner Alok... Akhilesh Yadav vows free laptops, Sama... Hailee Steinfeld Announces New Career... आय से अधिक संपत्ति के मामले में ग्रामी...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટડી પોલીસે નારાયણપુરા પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Nov 2026, 11:51 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ દ્વારા નારાયણપુરા પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન કારમાંથી રૂ. 98448ની કિંમતનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂ-બિયરના જથ્થા સહિત કુલ રૂ. 2.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, પોલીસને જોઈ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ મામલે પાટડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App