બાળ લગ્ન મુક્ત સમાજના નિર્માણ માટે નર્મદામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લામાં બાળ લગ્ન જેવી સામાજિક કુપ્રથાને નાબૂદ કરવા ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત રાજપીપળાના ડો. આંબેડકર હોલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે બાળ લગ્નના કારણે કિશોરીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો તેમજ નાની ઉંમરે ગર્ભાવસ્થા અને માતૃત્વ દરમિયાન ઊભા થતા તબીબી જોખમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કિશોરીઓના શિક્ષણ, બાળપણના રક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય માટે સમાજના દરેક વર્ગે જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની જોગવાઈઓ, બાળ લગ્નની સામાજિક અને આર્થિક અસરો અંગે માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો, વાલીઓ અને સામાજિક આગેવાનોને બાળ લગ્ન અટકાવવા જાગૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સામાજિક કાર્યકર તથા પૂર્વ બાળ આયોગના ચેરમેન શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી, પોલીસ ઇન્સ્પેક્ટર, બાળ કલ્યાણ સમિતિના અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ગ્રામ વિકાસ ટ્રસ્ટનાં મેનેજર શ્રીમતી જીગીષાબેન ઝાલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના માધ્યમથી બાળ લગ્ન મુક્ત સમાજના નિર્માણ માટે કાયદાકીય જાગૃતિ સાથે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.