Education
હિંમતનગરના રૂપાલ ગામમાં સંવિધાન દિવસ પર શોભના બારૈયા દ્વારા પ્રાથમિક શાળામાં સંવિધાન પઠન..
સંવિધાન દિવસ નિમિત્તે હિંમતનગર તાલુકાના રૂપાલ-2 પ્રાથમિક શાળામાં સાંસદ શોભના બારૈયા દ્વારા ભારતીય સંવિધાનનું આમુખ પઠન કરવામાં આવ્યું, જેમાં બાળકોને દેશપ્રેમ અને લોકશાહી મૂલ્યોની સમજ આપવામાં આવી..
સાબરકાંઠાના-:
સંવિધાન દિવસ નિમિત્તે હિંમતનગર તાલુકાના રૂપાલ ગામમાં રૂપાલ-2 પ્રાથમિક શાળામાં ભારતીય સંવિધાનનું આમુખ પઠન કાર્યક્રમ આયોજિત થયો.આ કાર્યક્રમમાં રાજ્યસભા સભ્ય શોભના બારૈયા ઉપસ્થિત રહી,બાળકો સાથે સંવિધાનના મૂલ્યો અને આદર્શોનું પઠન કરવામાં સહભાગી બન્યા.પઠન દરમિયાન બાળકોને દેશપ્રેમ,લોકશાહી પ્રત્યેની નિષ્ઠા,સમાનતા,ન્યાય અને બંધુત્વ જેવા સિદ્ધાંતોની સમજ આપી અને તેઓએ નાનપણથી જ આ મૂલ્યોને કેળવવાની ઇચ્છા વ્યક્ત કરી..
શોભના બારૈયાએ બાળકોને સંવિધાનનું મહત્વ સમજાવી તેમને દેશની પ્રગતિમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યું.આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા નાગરિક જાગૃતિ અને લોકશાહી ભાવનાનો વિકાસ થાય છે.કાર્યક્રમમાં ઉપસ્થિત માતાપિતાઓ અને શિક્ષકો પણ આ પહેલની પ્રશંસા કરતા ભવિષ્યમાં આવા શૈક્ષણિક સત્રોનું આયોજન ચાલુ રાખવાની માંગ કરી.