રાપરના ગાગોદરની સીમમાં ચાયના ક્લેના ગેરકાયદે ખનન પર ફ્લાઈંગ સ્ક્વૉડ ત્રાટકી રાપરના ગાગોદરની સીમમાં ચાયના ક્લેના ગેરકાયદે ખનન વહન પર ફ્લાઈંગ સ્ક્વૉડ ત્રાટકી હતી. વહેલી સવારે હાથ ધરેલાં
રાપરના ગાગોદરની સીમમાં ચાયના ક્લેના ગેરકાયદે ખનન પર ફ્લાઈંગ સ્ક્વૉડ ત્રાટકી રાપરના ગાગોદરની સીમમાં ચાયના ક્લેના ગેરકાયદે ખનન વહન પર ફ્લાઈંગ સ્ક્વૉડ ત્રાટકી હતી. વહેલી સવારે હાથ ધરેલાં ઓપરેશનમાં એક એક્સકેવેટર મશિન (હિટાચી) અને 14 ખાલી ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા. 4.45 કરોડનો મુદ્દામાલ સીઝ કરી ગાગોદર પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો. મદદનીશ નિયામક મેહુલ શાહના માર્ગદર્શનમાં ફ્લાઈંગ સ્ક્વૉડના ઓપરેશનથી ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, ગાગોદરની સીમમાં લાંબા સમયથી ગેરકાયદે ખનન ચાલતું હતું. બાતમીના આધારે ટીમે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. જપ્ત કરેલા વાહનો અને મશીન સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે. સ્થાનિક લોકોએ આ કાર્યવાહીને ખૂબ જ આવકારી છે.