🔥 ट्रेंडिंग चिचपल्लीतील एचपी‑3 श्री महादेव पेट्रोल... एमएस में एएसआई स्मारकों पर क्यूआर‑कोडे... महाराष्ट्र में तालाठी भर्ती 2026: ऑनला... હિંમતનગર તાલુકાના ધુળેટા ગામમાં નવીન પ... सपा ने यूपी चुनावी घोषणा में बेरोजगार... चेन्नई के सर्जन ने 2,321 किमी दूर उत्त...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠામાં સ્ટર્લીન લેમ્મ કંપની ખાતે થયેલ મર્ડરનો ભેદ કલાકોમાં ઉકેલ્યો,આરોપી બાલકિશનને પકડી લેવામાં આવ્યો..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 26 नव. 2026, 07:53 PM 👁 58
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ તાલુકાના કેશરપુરા ગામ નજીક આવેલ સ્ટર્લીન લેમ્મ લીમીટેડ કંપની ખાતે થયેલ અનડીટેક્ટ મર્ડર કિસ્સાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને તલોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મધ્ય પ્રદેશના આરોપીને અટકાયત કર્યો છે..

સાબરકાંઠાના-:
તલોદ તાલુકામાં એક મોટી પોલીસ સફળતા મળી છે. તલોદથી ઉજેડીયા જતા રોડ પર કેશરપુરા ગામ નજીક આવેલ સ્ટર્લીન લેમ્મ લીમીટેડ (સીલીકોન કંપની) ખાતે થયેલ મર્ડરના અનડીટેક્ટ ગુનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.),એસ.ઓ.જી. શાખા સાબરકાંઠા તથા તલોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ગુનો ડિટેક્ટ કર્યો છે.પોલીસે આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપીને પકડી લીધો છે.પકડાયેલ આરોપી બાલકિશન ઉર્ફે મામા સન ઓફ શિવચરણ છે,જે રામચરનકાપુરા, પુરાવસકલા, અંમ્બા, મુરેના મધ્ય પ્રદેશ (પિન કોડ ૪૭૬૫૫૪) ના રહેવાસી છે.પોલીસે સદરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.આ કાર્યવાહીમાં એલ.સી.બી. શાખા ટીમમાં અજીતસિંહ એમ વાળા (પોલીસ ઇન્સ્પેકટર), એસ. જે. ચાવડા (પોલીસ સબ ઇન્સ્પેકટર) અને જતીનભાઈ નટુભાઈ (પોલીસ કોન્સ્ટેબલ) સામેલ હતા. એસ.ઓ.જી. શાખા ટીમમાં અજીતસિંહ એમ વાળા, કે. યુ. ચૌધરી, પી. એમ. ઝાલા, મનુભાઈ કોદરભાઈ, રાજેશકુમાર ગફુરભાઈ,હરપાલસિંહ જશવંતસિંહ,અતુલસિંહ મહેન્દ્રસિંહ,કલ્પેશકુમાર કેશવભાઈ અને દિપકસિંહ ભીખુસિંહએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો..

તલોદ પોલીસ સ્ટેશન ટીમમાં ડી. આર. પઢેરીયા (ઇચાર્જ પોલીસ ઇન્સ્પેકટર), બી. એલ. રાયઝાદા, ખોડસિંહ કલ્યાણસિંહ, નિકુલસિંહ મહેન્દ્રસિંહ, અતુલભાઈ કિશોભાઈ, કૌશીકકુમાર શકરાભાઈ, અનિલસિંહ રજુસિંહ, રવિ બાબુભાઈ, સુરેશસિંહ ચકુસિંહ, તુષારકુમાર રમેશભાઈ અને સચિનકુમાર લાલાભાઈએ જ્યારે દેત્રોજ પોલીસ સ્ટેશન ટીમમાં કે. બી. વિહોલ અને વનરાજસિંહ બળવંતસિંહએ આ ગુનાને ડિટેક્ટ કરવામાં મદદરૂપ થયા હતા.
📲Get App