🔥 TRENDING रेलवे स्टेशनों पर यात्रियों की सुरक्षा... Dear Zindagi Turns 10: Alia Bhatt and... Tanishaa Mukerji Expresses Discontent... Ramayana Joins Hollywood’s Oscars 2027... New Song 'Slow Motion Angreza' Release... Bengaluru Rock Band Steel Falcon Refle...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દાહોદમાં લીમખેડા સરકારી અનાજ પરિવહનમાં ઓવરલોડ અને ઓછા વજનનો કૌભાંડ

✍️ Reporter: Pankaj Pandit 🗓 26 Nov 2026, 08:28 AM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાણીયા ગામના વસીમભાઈ સલીમભાઈ મફતે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સરકારી અનાજ પરિવહનમાં ઓવરલોડ અને કટ્ટામાં ઓછા વજનના આરોપ સાથે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર રજૂ કર્યો.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનો સુધી અનાજ પહોંચાડતા ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટરની મનમાની અને ગેરરીતિઓ સામે પાણીયા ગામના વસીમભાઈ સલીમભાઈ મફતે મોરચો માંડ્યો છે. આજે તેમણે લીમખેડા મામલતદાર કચેરી ખાતે અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી કોન્ટ્રાક્ટર, ગોડાઉન મેનેજર અને આસિફભાઈ મન્સુરી સહિતના જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

આવેદનપત્રમાં કરાયેલા મુખ્ય આક્ષેપો મુજબ કોન્ટ્રાક્ટર ઓવરલોડ વાહનો ચલાવી RC બુકની લોડિંગ કેપેસિટી કરતા બમણું અનાજ ભરી મોટર વ્હીકલ એક્ટ અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરે છે. ઓવરલોડ વાહનો સાંકડા ગ્રામ્ય રસ્તાઓ પર બ્રેક ન લાગવાથી શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓના જીવ પર જોખમ ઉભું કરે છે અને નવા બનેલા ડામર અને સી.સી. રોડ તેમજ નાળા તૂટી જતા સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન થાય છે.

આ ઉપરાંત ગાડીઓમાં ૪૫-૪૮ કિલોના કટ્ટા ભરવામાં આવે છે અને ૪૦૦ કટ્ટા દીઠ ૪-૪ કિલો લેખે અંદાજે ૧૬૦૦ કિલો (૩૨ કટ્ટા) જેટલું અનાજ ઓછું જતું હોવાનો અને દુકાનદારોને ₹૩૨,૦૦૦ જેટલો મોટો આર્થિક ફટકો પડે છે. વસીમભાઈએ ૭ થી ૮ ગેટપાસની નકલ અને છેલ્લા ૩ મહિનાના ગોડાઉનના CCTV ફૂટેજ તથા RTO રેકોર્ડ તપાસવાની માંગ કરી છે.

અરજદારે આવેદનપત્ર સાથે ૭ થી ૮ ગેટપાસની નકલ પુરાવા રૂપે જોડી છે અને સરકાર અને RTO ની સંયુક્ત ટીમ બનાવી ગોડાઉનથી નીકળતા વાહનોનું આકસ્મિક ચેકિંગ કરવા, ઓવરલોડ વાહનો ડિટેઈન કરી દંડ ફટકારવા તથા નિયમ ભંગ કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરાઈ છે. આ આવેદનપત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા સચિવ, RTO કમિશનર, દાહોદ જિલ્લા કલેક્ટર તથા સાંસદ સભ્યશ્રીને પણ રવાના કરવામાં આવી છે.
📲Get App