🔥 TRENDING गयाजी के विष्णुपद मंदिर का दर्शन कर अभ... सड़क सुरक्षा पखवाड़ा: झाँसी में बस चाल... ನ. 30ರಂದು ಬೀದರ್ ಬಸ್ ನಿಲ್ದಾಣ ಬಂದ್ રાજપીપળા જિલ્લા પુસ્તકાલયની મુલાકાતે ર... पंचायत सहायकों द्वारा बीएलओ को वोट बनव... Ramayana Day 25 Box Office Beats Gunma...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ઝાલોદમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Pankaj Pandit 🗓 26 Nov 2026, 03:55 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાહોદ જિલ્લા ઝાલોદમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન સાંસદ જશવંતસિંહ ભાભોરે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. બી.એમ. હાઈસ્કૂલ ખાતે સંવિધાન વાંચન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લા ઝાલોદમાં સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના આરંભમાં આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમાને સાંસદ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પમાળા અર્પણ કરી વંદન કર્યું હતું. ત્યારબાદ સાંસદે વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે સદાવ્રતની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી.

આંબેડકર ચોકથી ડબગરવાસ, શહીદ રાજેશ ચોક અને ભરત ટાવર થઈ બી.એમ. હાઈસ્કૂલ સુધી ભવ્ય સંવિધાન યાત્રા યોજાઈ હતી. યાત્રા દરમિયાન હાથમાં સંવિધાન લઈને રાષ્ટ્રભક્તિનાં ગીતો ગવાયા હતા. 'બાબાસાહેબ આંબેડકર અમર રહો'ના નારાઓથી ઝાલોદ નગર ગુંજીતું હતું. સંવિધાનના મહત્વ અને બાબાસાહેબ આંબેડકરના યોગદાન અંગે સાંસદે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંવિધાનના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કટોકટીના સમયગાળાની યાદ અપાવી હતી.

બી.એમ. હાઈસ્કૂલ ખાતે મુખ્ય કાર્યક્રમમાં સંવિધાન વાંચન, સંવિધાન સંગોષ્ઠી અને સંવિધાન પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું હતું. પ્રદેશ એસ.સી. મોરચાના પ્રમુખ ભરત શ્રીમાળી દ્વારા પણ સંવિધાન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

કાર્યક્રમમાં પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, પંકજ અગ્રવાલ, શીતલબેન વાઘેલા, રેખાબેન વસૈયા સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App