🔥 TRENDING योगापट्टी में पल्स पोलियो अभियान का सम... Fire in Pawani, Uttarakhand leaves 45... Uttarakhand women farmers restore enda... BJP Unveils Uttarakhand Government Rep... Delhi CM Rekha Gupta says 60% of Yamun... Odyssey Dance Performances Enthrall De...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લીમાં કબ્રસ્તાનની ખુલ્લી જગ્યાએ ગંજીપાનાનો હારજીત રમતા ૪ આરોપીઓને ઝડપી પાડ્યા, રૂ.૧૦,૨૦૦ મુદ્દામાલ કબ્જે..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 09:25 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાં કબ્રસ્તાનવાળા ખરાબાની ખુલ્લી જગ્યાએ ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ચાર આરોપીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં રૂ.૧૦,૨૦૦ ની રોકડ રકમ અને ૫૨ ગંજીપાના મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવ્યા છે..

અરવલ્લીમાં-:
પ્રોહીબીશન,જુગાર અને નશીલા દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ અસરકારક રેઈડ અને પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી.આ સૂચના અંતર્ગત પોલીસ ઇન્સપેકટર મહિપાલસિંહ એચ ઝાલા લોકલ ક્રાઈમ બ્રાન્ચ,અરવલ્લી-મોડાસાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.પેટ્રોલીંગ દરમિયાન મેઘરજ નવા બસ સ્ટેશન આગળથી બાતમી મળી હતી કે મેઘરજ કબ્રસ્તાનવાળા ખરાબાની ખુલ્લી જગ્યાએ કેટલાક લોકો ગંજીપાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે..

આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેઈડ કરતાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં હબીબભાઈ મુશાભાઈ બંગા અને હબીબભાઈ ગફુરભાઈ પટેલ (રહે. મેઘરજ ઘાંચીવાડા), મુસ્તુફાભાઈ ઇસ્માઈલભાઈ ડાહ્યા (રહે. આંબાવાડી, મેઘરજ) અને સોહેલભાઈ ઇબ્રાહિમભાઈ પટેલ (રહે. મેઘરજ ઘાંચીવાડા) સામેલ છે.આરોપીઓની અંગઝડતી દરમિયાન રૂ.૯,૦૦૦/- ની રોકડ રકમ મળી આવી હતી, જ્યારે જુગારના દાવ પરથી રૂ.૧,૨૦૦/- ની રોકડ રકમ મળી આવી હતી. આમ, કુલ રૂ.૧૦,૨૦૦/- ની રોકડ રકમ અને ૫૨ કી ગંજીપાના મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવ્યા છે.આગળની કાર્યવાહી માટે આરોપીઓ અને મુદ્દામાલ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેકટર,સંજયકુમાર બેચરભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,હિતેશભાઈ અનુભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,ભયપાલસિંહ જુવાનસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
📲Get App