🔥 TRENDING नवादा में स्थायी लोक अदालत में ई-चालान... ಫೋಟೋ - ದೀಪಕ್ ಪಾಟೀಲ ಚಾಂದೋರಿ India's Company Boom: Active Firms Gro... Chhattisgarh Trains Former Naxals in H... Chhattisgarh HC Cuts Doctor’s Accident... Chhattisgarh HC Grants Anticipatory Ba...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુનાગઢ જિલ્લાના કેશોદમાં જોષી પરિવાર દ્વારા થયેલ બીજું ચક્ષુદાન

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 25 Nov 2026, 05:27 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢ જિલ્લાના કેશોદમાં જોષી પરિવાર દ્વારા થયેલ બીજું ચક્ષુદાન

જુનાગઢ જિલ્લાના કેશોદના નિવાસી સ્વ. કમળાબેન રતિલાલ જોષીનું ચક્ષુદાન થયું છે.
આ પરિવાર દ્વારા અગાઉ 2023 માં તેમના પિતાશ્રી સ્વ.રતિલાલ જોષીનું પણ ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.

તારીખ 25/11/2026,બુધવાર ના રોજ કેશોદ મુકામે રહેતા સ્વ. કમળાબેન રતિલાલ જોષી ઉમર વર્ષ.90 રહેવાસી જગદીશ પાર્ક-2,એરપોર્ટ રોડ કેશોદ કે જેઓ પિયુષભાઈ રતિલાલ જોષી ના માતૃશ્રી થાય છે.
જેમનું અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી,આથી ચક્ષુદાન માટે ડૉ.સ્નેહલ તન્ના સાહેબએ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર નો સંપર્ક કરેલ.
આથી શિવમ્ ચક્ષુદાન પરિવાર સાથે જોડાયેલા તેમજ અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા હરદીપસિંહ જેઠવા અને ડૉ. તન્ના સાહેબ દ્વારા સ્વ. કમળાબેનના બંન્ને ચક્ષુનું કલેક્શન કરવામાં આવ્યું હતું.
ચક્ષુદાન કલેક્શન વખતે દિનેશભાઈ કાનાબાર અને જગમાલભાઈ નંદાણીયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આજનું આ ચક્ષુદાન ભારત વિકાસ પરિષદના સહયોગથી થયું છે.
ભારત વિકાસ પરિષદ કેશોદ ખાતે ચક્ષુદાન,દેહદાન,અંગ દાન જેવી માનવ કલ્યાણકારી સેવા કાર્યો કરી રહ્યું છે.

ચક્ષુદાન કલેક્શન વખતે અરુણભાઈ સોલંકી વાહનની વ્યવસ્થામાં મદદરુપ થયા હતા.અને સચીનભાઈ જોટવા એ ચક્ષુ કલેક્શન વખતે સહયોગ આપ્યો હતો.
જે ચક્ષુને ડો. કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક ને પહોંચાડવામાં આવ્યા હતા.

સ્વ. કમળાબેનના દિવ્યાત્માને ભગવાન આશુતોષના ચરણમાં સ્થાન મળે તેવી શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવાર અને ભારત વિકાસ પરિષદ પ્રાર્થના કરે છે અને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
તેમના પરિવાર ઉપર દુઃખ આવ્યું છે એમાથી બહાર આવવાની શકિત ભગવાન સદા શિવ પ્રદાન કરે એવી પ્રાર્થના કરે છે અને પરિવારના આ માનવકલ્યાણકારી ચક્ષુદાનના ઉમદા વિચારને બિરદાવે છે.
📲Get App