🔥 ट्रेंडिंग 54वां इंटरनेशनल एमी अवार्ड्स 2026: विज... કોન્ટ્રાક્ટરે રોડ પર ગ્રીલની વેલ્ડિંગ... दंगल टीवी पर नई रोमांटिक ड्रामा 'महक त... जहानाबाद में सरकारी स्कूल के शिक्षकों... रामायण फ़िल्म ने टिकट कीमतें 80% घटाकर... शार्वरी और सोनाली बेंडे ने राजश्री की...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડતાલ સ્વામિનારાયણ મંદિરના કાર્તિકી સમૈયામાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 24 नव. 2026, 10:57 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડતાલ સ્વામિનારાયણ મંદિરના કાર્તિકી સમૈયામાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન આયોજિત કાર્તિકી સમૈયામાં સહભાગી થઈને અક્ષર નિવાસી પૂજ્ય શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામી સ્મૃતિદ્વાર અને શ્રી હરિ કૃષ્ણ મહારાજ કુમાર શાળાના નવનિર્મિત ભવનના ઈ- લોકાર્પણ કર્યા; ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ ઉત્સવમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતવર્યો અને વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આસ્થા અને ભક્તિના આ ઉત્સવ સાથે શાળા અને પ્રવેશદ્વાર લોકાર્પણને શિક્ષણ અને વિકાસના સમન્વયથી માન. વડાપ્રધાનશ્રીએ આપેલા 'વિકાસ ભી, વિરાસત ભી'ને સાકાર કરતો ઉત્સવ ગણાવ્યો...

વડતાલ સંપ્રદાયે ધર્મ અને સમાજ સેવાને એકબીજાના પૂરક બનાવ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાન દ્વારા બે હજારથી વધારે આંગણવાડી અને બાલમંદિરમાં પૌષ્ટિક આહાર, ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને હોસ્ટેલ સુવિધા તથા નિ:શુલ્ક સારવાર આપતી હોસ્પિટલની સેવાની સરાહના કરી...
📲Get App