🔥 TRENDING ભુજ શહેર મા આજે એક ગંભીર દુર્ઘટના બનતા... Sharp Curve in Pazhayangadi Bridge Ali... Kerala Lottery Sthree Sakthi SS-547: ₹... Irfan Pathan Justifies Jofra Boult’s R... KNRUHS Launches Second Phase of PG Med... Anantapur to Host Sub-Junior National...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોડાસા: ફોરમ સ્વર્ણિમ રેસિડન્સીમાંથી કેબલ વાયર અને મશીન ચોરી, બે આરોપી ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Nov 2026, 09:11 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફોરમ સ્વર્ણિમ રેસિડન્સી પર થયેલી ચોરીમાં કેબલ વાયર, ગ્રાઈન્ડર અને ટાઇલ કટીંગ મશીનો ચોરી ગયા અને ₹26,800 મૂલ્યના માલની પુનઃપ્રાપ્તિ થઈ. બે આરોપી ધરપકડ કરવામાં આવ્યા..

અરવલ્લીના-:
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલપુર રોડ પર આવેલ ફોરમ સ્વર્ણિમ રેસિડન્સીમાં, લગભગ ચારેક દિવસ પહેલા એક ખુલ્લા મકાનમાંથી કેબલ વાયર, ગ્રાઈન્ડર મશીન અને ટાઇલ કટીંગ મશીનોની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધવામાં આવ્યો. ચોરીમાં ગયેલ કોપર વાયર,ટાઈલ્સ કાપવાના મશીનો (3), ગ્રાઈન્ડર મશીન (1) અને મોબાઈલ ફોન (1) સહિત કુલ ₹26,800/- મૂલ્યના માલ પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા.ચોરીમાં સામેલ બે આરોપીઓનું નામ રિયાજખાન સલીમખાન પઠાણ અને મોહમદફરદીન મોહમદરફીક દિવાન છે.તેઓ મોડાસા જિલ્લાના ડુગરવાડા ચોકડી અને ગરીબનવાજ સોસાયટી, મક્કા મરજીદની પાછળ, ડુગરવાડા રોડ, મોડાસા ખાતે રહે છે.વધુમાં નદીમ નામનો એક ઇચ્છિત આરોપી મળેલ નથી..

આ ઘટનાની તપાસમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ‑એ દ્વારા ગુન્હો રજીસ્ટર નંબર 11188009261091/2026 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. કેસમાં ભારતીય દંડ સંહિતા 2023 ની કલમ 303(2) અને 54 હેઠળ ગુન્હાની નોંધણી કરવામાં આવી છે. ચોરીમાં મળેલા માલ કાપડના થેલામાંથી મળ્યા.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઈન્સપેકટર,વી જે તોમર પોલીસ સબ ઇન્સપેક્ટર,વી ડી વાઘેલા પોલીસ સબ ઇન્સપેકટર,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,જયેન્દ્રસિંહ ભિમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,દિલીપભાઈ થાનાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,ભયપાલસિંહ જુવાનસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,વિશ્વદિપસિંહ મહાવિરસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,હાર્દિકકુમાર અરવીંદભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સહિતના અધિકારી અને કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી.
📲Get App