🔥 TRENDING Meghalaya HC flags gaps in Aug 19 viol... Measles outbreak in Bangladesh kills t... Tripura judges’ outreach brightens rem... Child marriage drops 6.1% in Tripura a... Himachal Pradesh to See End of Dry Spe... Himachal Pradesh to Launch Seva Kendra...
30 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોડાસામાં નાસ્તાની લારી પરથી ચોરી ગયેલ ચાંદીનું કડું શોધી કાઢ્યું, બે ઇસમોની પકડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Nov 2026, 10:25 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મોડાસા વિસ્તારમાં ડુગરવાડા ચોકડી પર આવેલી નાસ્તાની લારી પરથી થયેલી ચોરીના ગુનામાં એલ.સી.બી.એ બે આરોપીઓને પકડી પાડ્યા છે. ઘટનાના ત્રણેક દિવસ પછી ૧૧૯ ગ્રામ વજનનું ચાંદીનું કડું મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યું છે..

અરવલ્લીના-:
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુગરવાડા ચોકડી પર આવેલી નાસ્તાની લારી પરથી થયેલી ચોરીનો વણશોધાયેલો ગુનો એલ.સી.બી.અરવલ્લી-મોડાસાએ ગણતરીના દિવસોમાં શોધી કાઢ્યો છે.આ ઘટના આજથી આશરે ત્રણેક દિવસ પહેલા બની હતી, જ્યારે લારી પર બેઠેલા વ્યક્તિના જમણા હાથમાં પહેરેલા ચાંદીના કડાની ચોરી કરવામાં આવી હતી. આ બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨), ૫૪ મુજબ ગુનો દાખલ થયો હતો.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના સૂચનો અનુસાર એલ.સી.બી.અરવલ્લી-મોડાસાના પોલીસ ઇન્સ્પેક્ટર મહિપાલસિંહ એચ ઝાલાના અધ્યક્ષત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જે તોમર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી ડી વાઘેલા મોડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા..

તે દરમિયાન બાતમી મળી કે ચોરી કરનારા ઇસમો મોડાસા ચાંદટેકરી વિસ્તારમાં ફરતા હોવાથી, પોલીસે ચાંદટેકરી ચોકડી પાસેથી બે ઇસમોને રાઉન્ડ અપ કર્યા. પૂછપરછ દરમિયાન પ્રથમ ઇસમે પોતાનું નામ રણજીતનાથ વિચ્છુનાથ મદારી (રહે. ગણેશપુરા, તા. દહેગામ, જી. ગાંધીનગર) જણાવ્યું હતું, જ્યારે બીજા ઇસમે પોતાનું નામ ધારાનાથ ધનાનાથ પરમાર (રહે. ગણેશપુરા, તા. દહેગામ, જી. ગાંધીનગર) જણાવ્યું હતું.રણજીતનાથ મદારીની અંગત તપાસ દરમિયાન તેના પેન્ટના ખીસામાંથી એક ચાંદીનું કડું મળી આવ્યું હતું. પોલીસે તેને કડાના માલિકીના પુરાવા કે બિલ રજૂ કરવાનું કહ્યું હતું, પરંતુ તેણે કોઈ ચોંટાવકારક હકીકત જણાવી નહોતી. યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી કે બંને જણાએ ત્રણેક દિવસ પહેલા ડુગરવાડા ચોકડી પરની નાસ્તાની લારી પરથી ઇસમ પાસેથી ચાંદીનું કડું ચોરી લાવ્યું હતું. સોની પાસે ઇલેક્ટ્રિક કાંટા વડે વજન કરાવતાં આ કડાનું વજન ૧૧૯ ગ્રામ નીકળ્યું છે,જેની હાલના બજાર ભાવે કિંમત અંદાજે રૂ.૩૦,૦૦૦/- ની છે..

આમ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૬ અને ૩૫(૧)(ઈ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. નોંધપાત્ર છે કે આરોપી રણજીતનાથ મદારી પાસે હિમતનગર એ.ડી.વીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર નંબર ૧૧૨૦૯૦૧૬૨૪૧૨૧૧/૨૦૨૪ (બી.એન.એસ. કલમ ૩૦૪(૨), ૫૪) નો પૂર્વ ઇતિહાસ પણ મળી આવ્યો છે. આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેકટર,વી જે તોમર પોલીસ સબ ઈન્સપેકટર,વી ડી વાઘેલા પોલીસ સબ ઇન્સપેકટર,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,જયેન્દ્રસિંહ ભિમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,દિલીપભાઈ થાનાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,ભયપાલસિંહ જુવાનસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,મયુરભાઈ દિનુભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,હાર્દિક કુમાર અરવીંદભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ભૂમિકા ભજવી છે.
📲Get App