🔥 TRENDING ભચાઉ પોલીસએ લૂંટ અને વિશ્વાસઘાતના આરોપ... Nagaland Lottery Results Announced for... Pregnant Woman Killed, Four BSF Troops... Pregnant Woman Fatally Injured in Ambu... Kuki Group Rejects Manipur Peace Commi... Meghalaya CM Sends Warm Wishes to Khas...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને બિરદાવી: રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે વ્યક્ત કર્યો હૃદયપૂર્વકનો આભાર* *****

✍️ Reporter: Alpeshkumar Amruthbai Patel 🗓 23 Nov 2026, 02:50 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને બિરદાવી: રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે વ્યક્ત કર્યો હૃદયપૂર્વકનો આભાર* *****

પ્રેસ રીલીઝ
લોકભવન, ગાંધીનગર
તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૬

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને બિરદાવી: રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે વ્યક્ત કર્યો હૃદયપૂર્વકનો આભાર*
*****
*આચાર્ય દેવવ્રતજીએ ગવર્નર પદની ગરિમા વધારીને સાર્વજનિક જીવનમાં રાષ્ટ્રહિત અને સમાજહિત માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી*
*****
*પ્રધાનમંત્રીશ્રીનું પ્રેરણાદાયી માર્ગદર્શન જનકલ્યાણ, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગ આપવા માટે નવી ઊર્જા પૂરી પાડે છે: રાજ્યપાલશ્રી*
*****

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના લોકકલ્યાણકારી કાર્યો, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયાસોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીશ્રીના આ પ્રેરણાદાયી અને પ્રોત્સાહક ઉદગારો બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમનો અત્યંત વિનમ્રતાપૂર્વક અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલશ્રીના કાર્યોને બિરદાવતા જણાવ્યું હતું કે, "એક સજ્જન સમાજસેવી ગવર્નર પદની ગરિમા કેવી રીતે વધારે અને ગુજરાતના તાણાવાણા સાથે કેવી રીતે સહજતાથી ભળી જાય, તેનું ઉત્તમ ઉદાહરણ આચાર્ય દેવવ્રતજીએ પૂરું પાડ્યું છે".

પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે આચાર્ય દેવવ્રતજી ગામડાઓમાં જઈને વંચિત અને દલિત પરિવારોને અત્યંત સહજ રીતે પોતાના બનાવી રહ્યા છે, જેના પરિણામે સેંકડો પરિવારોને આજે ગુજરાતનું લોકભવન પોતાનું ઘર લાગવા માંડ્યું છે. આ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રનું જીવંત સ્વરૂપ છે. આ ઉપરાંત, રાજ્યપાલશ્રીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનું કાર્ય ખૂબ જ પ્રોત્સાહક રીતે આગળ વધી રહ્યું છે, જે આગામી ૧૦૦ વર્ષ માટે ગુજરાતની ધરતી માતાની રક્ષા અને સમૃદ્ધિનો મજબૂત પાયો નાખશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ સ્નેહપૂર્ણ શબ્દો અને પ્રોત્સાહન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રીશ્રીના આ પ્રેરણાદાયી શબ્દો મારા માટે અત્યંત ગૌરવ અને આનંદનો વિષય છે. પ્રધાનમંત્રીશ્રીની દૂરદર્શી વિચારસરણી, તેમનું માર્ગદર્શન અને રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ જ આપણને સૌને સમાજના અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચવા અને પ્રકૃતિના જતન માટે સતત કાર્યરત રહેવાની પ્રેરણા આપે છે.

રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા અને સ્વચ્છતાનું આ જનઆંદોલન વધુ વ્યાપક બનીને વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
*****...
રિપોટર અલ્પેશ પટેલ વડાલી
📲Get App