ગાંધીધામમાં સ્ટર્લિંગ હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ, યુવકનું મોત
ગાંધીધામમાં સ્ટર્લિંગ હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ, યુવકનું મોત ગાંધીધામ જૂની સુંદરપુરીના 24 વર્ષીય જીમ ટ્રેનર ભરત જેઠાભાઈ પાતારિયાનું સ્ટર્લિંગ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આરોપ લાગ્યો છે. 17 નવેમ્બરે ખાંસી સાથે લોહી આવતા પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડોક્ટરોએ ફેફસામાં ઈન્ફેક્શન જણાવી એક જ રાતમાં બે ઓપરેશન કર્યા. બાદમાં હાલત ક્રિટિકલ જણાવી રાજકોટ રિફર કર્યા. પરંતુ 3 કલાક સુધી ડિસ્ચાર્જમાં વિલંબ અને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ન મળતા ભરતનું મોત થયું. પરિવાર અને સમાજ દ્વારા વિરોધ રેલી યોજી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હોસ્પિટલે હજુ ખુલાસો કર્યો નથી