🔥 ट्रेंडिंग लखनऊ में आयोजित संगठनात्मक बैठक में शा... ವಾರ್ತಾ ಇಲಾಖೆ ಸುತ್ತೊಲೆ ಹಿಂಪಡೆಯಲು ಮುಖ್ಯಮ... कार की टक्कर से बाइक सवार युवक गिरा, ब... करौली में पुलिस और युवाओं के बीच संवाद... हजारीबाग में पुलिस और राहुल दुबे गैंग... घर बैठे मुफ्त कानूनी सलाह: गोपालगंज मे...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વલસાડના ખેરલાવ ગામમાં યુવા સરપંચ મયંક પટેલે ૬ કરોડના રસ્તા અને આધુનિક શાળા બનાવી આદર્શ ગામની સ્થાપના

✍️ रिपोर्टर: Makvana Chandravadan bahadurbhai 🗓 23 नव. 2026, 07:12 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં યુવા સરપંચ મયંક પટેલે ગ્રામજનોના સહકાર અને સરકારી યોજનાઓનો લાભ લઈ ગામની કાયા પલટી નાંખી છે. અહીં આધુનિક પ્રાથમિક શાળા, રોડ નેટવર્ક, આર.ઓ. પ્લાન્ટ અને ૨૪ કલાક એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગાંધીજીના 'ગામડા સમૃધ્ધ થશે તો દેશ સમૃધ્ધ થશે'ના વિધાનને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં સાર્થક બનાવવામાં યુવા સરપંચ મયંક પટેલ સફળ થયા છે. ૨૦૨૧માં ચૂંટાયેલા સરપંચ પટેલે ગ્રામજનોના સહકાર, સરકારી વિભાગો અને CSR સંસ્થાઓના સહયોગથી ગામમાં મૂળભૂત સુવિધાઓની કાયા પલટી કરી છે. આજે ખેરલાવ ગામમાં રસ્તા, અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન, બસ સ્ટેન્ડ, નવી પ્રાથમિક શાળા, આંગણવાડી, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ અને ગ્રામજનોની સુરક્ષા માટે સીસીટીવી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે ગામને આદર્શ ગામ તરીકે ઓળખ મળી છે.

ગામના વિકાસ માટે સરપંચ મયંક પટેલે શરૂઆતમાં દરેક ઘરે જઈ ગ્રામજનોની સમસ્યાઓ અને વિચારો જાણ્યા હતા. તમામ લોકોને સાથે રાખીને ભેદભાવ વિના વિકાસના કાર્યો હાથ ધર્યા હતા. વિકાસની વાત કરતા સરપંચે જણાવ્યું કે, ગામના સર્વે પછી અત્યાર સુધીમાં રૂ. ૬ કરોડ ૨૦ લાખના રસ્તા બની ચૂક્યા છે, જ્યારે આગામી દિવસોમાં રૂ. ૩ કરોડ ૧૬ લાખના વધુ રસ્તા બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત, ડિજિટલ કનેક્ટિવિટી માટે BSNL ટાવરની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી ગ્રામજનોને ઓનલાઈન સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે.

શિક્ષણ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. અંદાજિત રૂ. ૧.૪૨ કરોડના ખર્ચે આધુનિક પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવામાં આવ્યું છે. આ શાળામાં લાઈબ્રેરી, વિજ્ઞાન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ બોર્ડ અને રમતગમતની સુવિધાઓ સાથે હરિત ગાર્ડન અને ઔષધિ વન પણ બનાવવામાં આવ્યા છે. ત્રણેય આંગણવાડીઓનું નવીનીકરણ કરીને તેમની સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે.

આરોગ્ય સેવાઓમાં પણ ખેરલાવ ગામ આગળ નીકળ્યું છે. ગ્રામજનોને તત્કાલ સારવાર મળી રહે તે માટે ૨૪ કલાક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. ૧,૨૫૦થી વધુ લોકોને આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો છે. ટીબી મુક્તિ અભિયાનમાં ગ્રામ પંચાયતને ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. સિકલસેલના દર્દીઓને સહાય, ટીબી એક્સ-રે કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, ગર્ભવતી મહિલાઓને સહાય અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોતિયાના ઓપરેશનની વ્યવસ્થા જેવા અનેક કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
📲Get App