🔥 TRENDING नकली पनीर माफिया के हौसले बुलंद! मिलाव... Ahmedabad Gujarat Veteran Actor Returns to Tollywood Aft... OM Surpasses ₹85 Crore Worldwide in Fi... Satellite Images Reveal China’s Medog... Arunachal Pradesh Hosts Second Corps C...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક: વિકાસ કામોને વેગ અને પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ પર ભાર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 23 Nov 2026, 12:20 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, NEED24 NEWS માં આપનું સ્વાગત છે.


મહીસાગર જિલ્લા સેવા સદન સ્થિત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે, જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકના પ્રથમ તબક્કામાં, લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા પોતપોતાના વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામો અને પ્રજાહિતલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટરે પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી, સંબંધિત વિભાગના અધિકારીઓને તેનો સમયમર્યાદામાં અને હકારાત્મક નિકાલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા.


ત્યારબાદ, બેઠકના બીજા તબક્કામાં વહીવટી સંકલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં પડતર અરજીઓ, સરકારી લેણાંની વસૂલાત, પેન્શન કેસો તેમજ વિવિધ વિભાગો વચ્ચેના આંતરિક સંકલનના મુદ્દાઓની ઝીણવટભરી સમીક્ષા કરી, કામગીરીમાં ઝડપ લાવવા તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેક્ટર સીવી લટા સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અને સંકલન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App