🔥 ट्रेंडिंग સંતરામપુરના ભંડારા ગામમાં દેવ દિવાળીએ... બિસ્લેરીનું પાણી પણ શુદ્ધ નથી, તપાસમાં... ધારી-અમરેલી રોડ પર બાઈક સ્લીપથી યુવાનન... १,८२२ तीर्थयात्री २२ नवम्बर को नानकन स... मनी लॉन्ड्रिंग जांच में 6 पंजाब अधिकार... असम में 42.24 करोड़ की एम्बैंकमेंट सड़...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ધોળકાના સરગવાળા ગામે ખેડૂતોના આંદોલન દરમિયાન મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે.

✍️ रिपोर्टर: Trikmani Mayankkumar 🗓 22 नव. 2026, 11:50 PM 👁 57
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે GSPL ગેસ પાઈપલાઈન નાખવાના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનમાંથી પસાર થતી ગેસ પાઈપલાઈન માટે યોગ્ય વળતર મળ્યું નથી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે.
ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પણ સરગવાળા ગામે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે વિરોધમાં જોડાયા હતા.
બીજી તરફ પોલીસના જણાવ્યા મુજબ, વિરોધ દરમિયાન પથ્થરમારો અને પોલીસ તથા GSPLના કર્મચારીઓ પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસ અને કંપનીના કર્મચારીઓને ઈજા થઈ હોવાનો પોલીસનો દાવો છે.
આ મામલે AAP નેતા બ્રિજરાજ સોલંકી સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હવે આ સમગ્ર મામલે ખેડૂતોના વળતરની માગ, પોલીસની કાર્યવાહી અને GSPLની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
ખેડૂતોની માગ શું છે? પોલીસની કાર્યવાહી પાછળનું કારણ શું છે? અને શું ખેડૂતોને યોગ્ય વળતર મળશે?
આ તમામ સવાલોના જવાબ માટે હવે વહીવટી તંત્ર અને સંબંધિત પક્ષોનું નિવેદન મહત્વનું બની રહેશે.
📍 સરગવાળા ગામ, ધોળકા તાલુકો, અમદાવાદ
📲Get App