🔥 TRENDING Punjab Sees 7,000 Farm Fires, 37% Rise... Punjab Announces 333 New Pind Clinics,... Assam Eyes Rs 600-Crore Satellite Cons... Assam Rifles Announces 354 Technical &... Assam Man Disappears in Russia; Family... Cyclone Clouds Patna: Overcast Skies a...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં હાથમતી નદીને ગટરમાં ફેરવતા નગરપાલિકા પર શહેરીજનોની નિંદા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 22 Nov 2026, 03:20 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં હાથમતી નદીને ગટરની જેમ ઉપયોગમાં લેતા નગરપાલિકાની કામગીરીને લઈને શહેરીજનોની તાત્કાલિક રોકાણની માંગ..

સાબરકાંઠાની-:
હિંમતનગરમાં હાથમતી નદી જે મહેતાપુરા વિસ્તારમાં વહે છે,હવે નગરપાલિકાની ગટર તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે.પથરાવેલો રસ્તો અને નદીની સામે જનેશ્વર મંદિર હોવા છતાં ઉપરના વિસ્તારોમાંથી ગટરનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.બાપ-દાદા જણાવે છે કે તેઓ નાની ઉંમરે આ નદીનું પાણી પીતા અને નાહતા હતા, પરંતુ આજકાલ નગરપાલિકા દ્વારા ગટરનું પાણી છોડવાથી નદીનું પર્યાવરણ અને સ્વચ્છતા બગડી ગઈ છે..

હાથમતી નદીની બાજુમાં જનેશ્વર મંદિર અને કલેક્ટરનો બંગલો આવેલો છે,જ્યાં નગરવાસીઓ બેસીને આરામ કરી શકે છે. હાલમાં અહીં નાના બાળકો પતંગો ઉડાવી રમતા જોવા મળે છે,જે દર્શાવે છે કે આ વિસ્તાર હજુ પણ જાહેર ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે.નગરપાલિકાને વિનંતી કરે છે કે ગટરનું પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે અને રસ્તા તેમજ નદીના વિકાસ માટે પગલાં લેવામાં આવે, જેથી શહેરીજનોને યોગ્ય લાભ મળી શકે. હાલની સ્થિતિમાં નગરપાલિકા નદીના વિકાસ માટે અનિચ્છુક લાગી રહી છે.
📲Get App