કચ્છ અકસ્માત બાદ ભુજથી ખાવડા માર્ગનું ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
કચ્છ અકસ્માત બાદ ભુજથી ખાવડા માર્ગનું ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું કચ્છમાં સર્જાયેલા દુઃખદ રોડ અકસ્માત બાદ કચ્છ કલેક્ટરશ્રીની સૂચના અંતર્ગત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ભુજથી ખાવડા માર્ગની સંયુક્ત મુલાકાત લીધી હતી. ઉચ્ચ અધિકારીશ્રીઓએ આજે ભુજથી ખાવડા સુધીના સમગ્ર માર્ગનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને માર્ગ સુરક્ષાને લઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને જરૂરી સૂચનો આપ્યા હતા. અકસ્માત સ્થળે પણ અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને માર્ગની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જોખમી વળાંક, સ્પીડ બ્રેકર અને સાઈન બોર્ડ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કચ્છના દુઃખદ માર્ગ અકસ્માતના મૃતકોને વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા જિલ્લા વહીવટી તંત્રની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં માર્ગ સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા લોકોને સાવચેતીથી વાહન ચલાવવા અપીલ કરી.