🔥 ट्रेंडिंग कार्तिक आर्यन के लग्जरी गेराज में 5 हा... रामायण ने हिन्दी में 660 करोड़ कमाए, म... ગોધર (મહીસાગર)માં શિક્ષક સંમેલનમાં ડૉ.... Doctor ki laparvahi se jaan रामायण ने 18वें दिन दोपहर तक कमाए ₹12.... शहादा तालुक्यातील ऊस उत्पादक शेतकऱ्यां...
22 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સોનલ પંડ્યાએ અજાણી સ્ત્રીને સુરક્ષિત કરીને સમાજસેવામાં નવો ઉદાહરણ આપ્યો..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 22 नव. 2026, 02:34 PM 👁 59
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાતના 11 વાગ્યે લુણાવાડા બસ સ્ટેન્ડ સામે રહેલી અજાણી સ્ત્રીને સોનલ પંડ્યાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદથી ઘરે પહોંચાડ્યું..

રાતના 11 વાગ્યે, જ્યારે મોટાભાગની લોકો ઊંઘમાં હતા,ત્યારે સમાજસેવિકા સોનલ પંડ્યા લુણાવાડા બસ સ્ટેન્ડ સામે ખુલ્લામાં રાત વિતાવી રહેલી અજાણી સ્ત્રીને જોયા.તેણીનું નામ અને ગામનું નામ જાણીને સોનલબેને તરત જ મદદ માટે પગલાં લીધા.સોનલબેને 181 મહિલા અભયમ હેલ્પલાઇનને કૉલ કરીને સમગ્ર વિગત આપી.હેલ્પલાઇનની ટીમે તરત જ પ્રતિસાદ આપ્યો અને સ્ત્રીને સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી..

સોનલ પંડ્યાએ જણાવ્યું કે મહિલા અજાણી હતી, તેના સાથે કોઈ પારિવારિક સંબંધ નહોતો,છતાં તેની મુશ્કેલી જોઈને ચૂપ રહેવું શક્ય નહોતું.કોઈની દીકરી,બહેન કે માતા મુશ્કેલીમાં હોય ત્યારે માનવતાના નામે તેમની મદદ કરવી જોઈએ.તેમની આ કામગીરી સમાજસેવામાં સતત સક્રિય રહેનારા તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.181 મહિલા ટીમ દ્વારા સ્ત્રીને સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચાડવામાં આવી અને આ ઘટનાએ સમાજમાં સ્ત્રી સુરક્ષા અને સન્માન માટે જાગૃતિ વધારી. સોનલ પંડ્યાની આ પહેલને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.
📲Get App