Local
હિંમતનગરમાં કડવા પાટીદાર સમાજનું સંયુક્ત સ્નેહમિલન યોજાયું..
હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં 14 ગોળના નેતાઓ અને પરિવારોએ સમાજની એકતા, શિક્ષણ, આરોગ્ય અને યુવાધન વિકાસ માટે સંયુક્ત સ્નેહમિલન 2026નું આયોજન કર્યું..
સાબરકાંઠાના-:
હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે શ્રી ઉમિયા પરિવાર સંચાલિત શ્રી સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા સંયુક્ત સ્નેહમિલન કાર્યક્રમ‑2026નું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં હિંમતનગરમાં વસવાટ કરતા 14 ગોળના પ્રમુખો, મંત્રીઓ,કારોબારી સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમનું મુખ્ય હેતુ સમાજમાં એકતા, સંગઠન અને સામાજિક ઉત્થાનને મજબૂત બનાવવું હતું..
વિવિધ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી,જેમાં ગોળ પ્રથા દૂર કરીને 14 ગોળની અલગ‑અલગ વ્યવસ્થાઓને એક મંચ પર લાવવાનો ભાર મૂકાયો.નેતાઓએ દીકરા‑દીકરીઓના લગ્નસંબંધો સમાજમાં જ રહે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પરસ્પર સહયોગ વધે અને જરૂરિયાતમંદ પરિવારોને સમાજનો સહારો મળી રહે તેવા માર્ગદર્શન આપ્યા. સમાજના ડોક્ટરો, એન્જિનિયરો અને સફળ ઉદ્યોગપતિઓએ પોતાના અનુભવ અને જ્ઞાન યુવા પેઢીને આપવાની ભાવના વ્યક્ત કરી..
યુવાધનને વ્યસનોથી દૂર રહીને શિક્ષણ અને કારકિર્દી તરફ આગળ વધવા, સામાજિક પ્રસંગો ઓછા ખર્ચે યોજવા અને પ્લાસ્ટિક‑કાગળનો ઉપયોગ ટાળી પર્યાવરણમૈત્રી આયોજન કરવા માટે સંદેશ આપવામાં આવ્યો.વર્ષ 1985થી કડવા પાટીદાર સમાજમાં એકતા સ્થાપિત કરવા અને ગોળ પ્રથા દૂર કરવા પ્રયાસો ચાલી રહ્યા છે.હવે હિંમતનગર બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તમામ કડવા પાટીદાર પરિવારોને એક મંચ પર લાવી સંયુક્ત સ્નેહમિલન યોજવાની દિશામાં પગલાં લેવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.