🔥 TRENDING ଅଙ୍ଗନବାଡ଼ି କର୍ମୀଙ୍କ ପାଇଁ ବଡ଼ ଖୁସି ଖବର:... ISRO Chief V Narayanan Announces India... Congress Holds Last‑Minute Delimitatio... Politics Should Not Eclipse North Karn... Mayank Yadav Drops Trade Hint, Eyes Ra... Rahul Gandhi’s TVK Strategy Sparks DMK...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાવરકુંડલાની સોસાયટીમાં સગીરાને અડપલા અને પરિવારને ધમકી, પોલીસ તપાસ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 21 Nov 2026, 08:01 AM 👁 70
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સામે અડપલા અને પરિવારને ધમકી આપતા આરોપી સામે ફરિયાદ નોંધાઈ, પીઈ કે.બી. સોલંકી દ્વારા તપાસ ચાલી રહી છે.

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં સગીરા સાથે અડપલા કર્યાની અને ત્યારબાદ તેના પરિવારને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, સગીરા સ્કૂલેથી પરત ફરતી વખતે આરોપી છેલ્લા સાત માસથી રસ્તામાં પીછો કરી ઈશારા કરતો હતો. ગત 16/1/2026 ના રોજ સાંજે 6 વાગ્યે આરોપીએ ફરિયાદીની અગાશીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સગીરાને પાછળથી બથ ભરી શરીરે અડપલા કર્યા હતા.

આ બાબતે ફરિયાદી, તેના પતિ અને સંબંધીઓ આરોપીના ઘરે ઠપકો આપવા ગયા ત્યારે આરોપીએ પતિનો કાંઠલો પકડી ગાળો આપ્યો અને "ફરીથી આવશો તો પતાવી દઈશું" એવી જાનથી મારી નાખવાની ધમકી આપી.

આ મામલે પીઈ કે.બી. સોલંકી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે, અને સંબંધિત અધિકારીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહી માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
📲Get App