🔥 ट्रेंडिंग ભચાઉ પોલીસે 20 વર્ષીય અપહરણ અને પોક્સો... ਖਟਕੜ ਕਲਾਂ ਤੋਂ ਸ਼ੁਰੂ ਹੋਵੇਗਾ ''ਜਵਾਨੀ ਸੰਭ... मॉडल रोड निर्माण में तेजी लाने के निर्... વધતી મોંઘવારી પર નિયંત્રણ લાવી સામાન્ય... यogi आदित्यनाथ ने परिवार को सीएम आवास... ठाणे महानगरपालिका के कलवा पूर्व में पा...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં "માય ભારત" દ્વારા જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ યોજાઈ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 21 नव. 2026, 01:09 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં "માય ભારત" દ્વારા જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ યોજાઈ

શાંતાબા મેડિકલ કોલેજ ખાતે નશામુક્ત ભારત, ‘વન નેશન, વન ઇલેક્શન’ વિષય પર યુવા વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો


અમરેલી, તા. ૨૦ નવેમ્બર
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત, અમરેલી કચેરી દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલી ખાતે જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ‘નશામુક્ત ભારત’ અને ‘વન નેશન, વન ઇલેક્શન’ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજના એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનો દ્વારા મા સરસ્વતીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માય ભારત, અમરેલીના જિલ્લા યુવા અધિકારી શ્રી રાકેશ બિશ્નોઈનું શાંતાબા મેડિકલ કોલેજના ડીન ડૉ. અશોક રામાનુજ દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી શ્રી રાકેશ બિશ્નોઈએ યુવાઓને સંબોધતા નશાના વધતા દુષ્પ્રભાવ અંગે જાગૃત રહી નશામુક્ત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા તેમજ નશાની લતને અટકાવવા સામાજિક જવાબદારી નિભાવવાનો અનુરોધ કર્યો હતો. માય ભારતના ઓફિસ આસિસ્ટન્ટ શ્રી પ્રવીણ જેઠવાએ વિકસિત ભારતના નિર્માણમાં સ્વસ્થ, જાગૃત અને જવાબદાર યુવાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ માય ભારત, અમરેલી દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ યુવા પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી.

વકતૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. જયેશ કથીરિયા (એડિશનલ ડીન), ડૉ. દર્શિત કટેશિયા, ડૉ. નયના ભાલોડીયા, ડૉ. મિહિર જાની અને ડૉ. પલક મોવલિયાએ પોતાની સેવાઓ આપી હતી. સ્પર્ધાના પરિણામમાં પ્રથમ ક્રમે શ્રી અવની સોલંકી, દ્વિતીય ક્રમે શ્રી ધ્રુવ ઢોલરિયા અને તૃતીય ક્રમે શ્રી અમીષા પટેલિયાએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને માય ભારત, અમરેલી કચેરી દ્વારા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, યુવાનોમાં રમતગમત પ્રત્યેની રુચિ અને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી માય ભારત, અમરેલી કચેરી દ્વારા શાંતાબા મેડિકલ કોલેજને વિવિધ રમતગમતનાં સાધનો ધરાવતી સ્પોર્ટ્સ કીટ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. નયના ભાલોડીયા, શ્રી આશિષ જાદવ, શ્રી રાહુલ ભાઈ તેમજ વિવિધ બ્લોકના નેશનલ યુથ વોલન્ટિયર્સ (NYVs) દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રિયાંશી રાઠોડ અને ધેરિયા રાજપરા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં ઉપસ્થિત તમામ યુવા પ્રતિભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.
📲Get App