🔥 TRENDING 222થી વધુ તબીબો અને હેલ્થકેર પ્રોફેશનલ... Shah Rukh Khan’s ‘King’ Trailer to Rel... Yeh Prem Mol Liya Prepares for Paid No... MP CM Mohan Yadav Prays at Ram Temple... Man Arrested After Firing and Assault... UP Trains 17+ Lakh Youth, Places 7+ La...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

સાબરકાંઠા જિલ્લાની તલોદમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં છોકરીઓને પ્રમાણપત્ર..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Nov 2026, 09:33 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગજેન્દ્રસિંહ પરમાર વિધાનસભા મતવિસ્તાર તલોદમાં આયોજિત પાંચમા કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં તાલીમ પૂર્ણ કરેલ દીકરીઓને પ્રમાણપત્ર આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી..

સાબરકાંઠામાં-:
ગજેન્દ્રસિંહ પરમાર વિધાનસભા મતવિસ્તાર તલોદમાં આવેલ મહિલા આઈ.ટી.આઈ.તલોદ ખાતે આજે પાંચમા કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજિત કરવામાં આવ્યું,જેમાં કૌશલ્ય આધારિત શિક્ષણ પૂર્ણ કરેલ દીકરીઓને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યા.સમારોહમાં મુખ્ય મહેમાન,અતિથિવિશેષ,સંસ્થાના આચાર્ય,શિક્ષકગણ,સ્ટાફ અને વાલીઓની ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા.ઉપસ્થિત તમામને દીકરીઓની સફળતા અને તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી..

સમારોહમાં તાલીમાર્થી દીકરીઓને સંબોધિત કરતાં કૌશલ્ય આધારિત શિક્ષણ અને વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા રોજગારી તથા સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો.તેઓને આત્મનિર્ભર બની પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરવા આહવાન કરવામાં આવ્યું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કૌશલ્ય વિકાસ અને મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરવાની દિશામાં આવા કાર્યક્રમો યુવા દીકરીઓને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે, એમ સમારોહમાં ભાર મૂકાયો.
📲Get App