🔥 TRENDING Matthew Hayden Urges New Inquiry into... मगध रेंज के पुलिस महानिरीक्षक विकास वै... Mob kills son of police officer amid c... कुर्साकांटा में मोबाइल होलसेल दुकान से... 'ਆਪ' ਦੇ ਮੀਡੀਆ ਇੰਚਾਰਜ ਨੇ ਨਸ਼ਿਆਂ ਅਤੇ ਬੇਅਦ... 19-Year-Old Worker Dies After 90% Burn...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વધતી મોંઘવારી પર નિયંત્રણ માટે તાત્કાલિક રાહતની માગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 21 Nov 2026, 10:41 AM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન દ્વારા સતત વધી રહેલી મોંઘવારી પર નિયંત્રણ લાવી સામાન્ય જનતાને તાત્કાલિક રાહત આપવા બાબતે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું કે પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, દૂધ, શાકભાજી, ખાદ્યતેલ, અનાજથી લઈને દવાઓ સુધીની તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધતા ભાવોએ સામાન્ય પરિવારનું ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. આવક કરતાં ખર્ચમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાથી મધ્યમવર્ગીય પરિવાર બચત કરી શકતો નથી અને ગરીબ પરિવાર માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. ઘરની ગૃહિણીઓ પોતાના ખર્ચમાં કાપ મૂકી રહી છે તથા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને રોજિંદા જીવનની જરૂરિયાતોમાં સમાધાન કરવું પડી રહ્યું છે.

આવેદનપત્રમાં મોંઘવારીને હવે માત્ર આર્થિક સમસ્યા નહીં પરંતુ લાખો પરિવારોના જીવન અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન ગણાવીને મુખ્યમંત્રી સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે:
• પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી તાત્કાલિક રાહત આપવી • મહિલાઓ પરનો આર્થિક બોજ હળવો કરવા ઘરેલુ રાંધણગેસના સિલિન્ડરના ભાવ ઘટાડવા • દૂધ, ખાદ્યતેલ, અનાજ, કઠોળ અને શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર અસરકારક નિયંત્રણ લાવવું • બજારમાં થતી સંગ્રહખોરી, કાળાબજારી અને કૃત્રિમ ભાવવધારા સામે કડક કાર્યવાહી કરવી • જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ માટે સરકાર દ્વારા નક્કર અને સમયબદ્ધ આયોજન જાહેર કરવું
આ પ્રસંગે સંગઠનના આગેવાન નટવરસિંહ સોલંકીએ જણાવ્યું કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે સામાન્ય માણસના રસોડામાં લાગેલી મોંઘવારીની અસર તરફ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આ રજૂઆત માત્ર ઔપચારિક આવેદનપત્ર નથી પરંતુ મોંઘવારીથી અસરગ્રસ્ત લાખો પરિવારોની વેદના અને આક્રોશનો અવાજ છે, કારણ કે જનતા પાસે આવક મર્યાદિત છે પરંતુ મોંઘવારીની કોઈ મર્યાદા નથી.

વધુમાં જણાવાયું કે જો સરકાર સામાન્ય જનતાની મુશ્કેલીઓ પ્રત્યે ગંભીર નહીં બને અને આ માંગણીઓ પર તાત્કાલિક હકારાત્મક નિર્ણય નહીં લે, તો મહિલા સંગઠન જનતાના હક માટે લોકશાહી ઢબે વધુ ઉગ્ર જનઆંદોલન કરવા મજબૂર થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
📲Get App