राजनीति
૩૦-૩૫ વર્ષના શાસન બાદ હવે આદિવાસીઓ કેમ યાદ આવ્યા? બાબુભાઈ ડામોરે મુખ્યમંત્રીની મુલાકાત પર ઉઠાવ્યા સવાલો
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી બાબુભાઈ ડામોરે આદિવાસી વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦-૩૫ વર્ષથી સતત ભાજપની સરકાર હોવા છતાં અત્યાર સુધી આદિવાસી વિસ્તારના પ્રશ્નોની ચર્ચા ન કર્યા બાદ હવે અચાનક આદિવાસીઓ કેમ યાદ આવ્યા તે સવાલ ઊભો થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, જળ, જંગલ, જમીન અને આદિવાસી વિસ્તારના વિકાસ તેમજ અનુસૂચિત વિસ્તારની વિશેષ અને બંધારણીય જોગવાઈઓ માટે જાગૃતિ લાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂર્યા બાદ હવે સરકાર વિકાસના દાવા કરવા આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, દાહોદના અંતરિયાળ વિસ્તારમાં ઘરમાં જવા માટે પણ મોબાઈલની બેટરી / ટોર્ચ કરવી પડે છે, જે વીજળીના અભાવ, પાકા મકાનોના અભાવ અને પાણીની તકલીફની વાસ્તવિકતા દર્શાવે છે.
બાબુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય અને મનરેગા સહિતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો અને મોટાભાગની ગ્રાન્ટ કાગળ પર વપરાતી હોવાનો આરોપ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દાહોદના એક મંત્રીના સંતાનો મનરેગા મામલે જેલમાં જઈ જામીન પર છૂટ્યા હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું હતું કે, ચૈતરભાઈને ભલે જેલમાં પૂર્યા હોય પરંતુ સમાજ જાગૃત થઈ ગયો છે અને ૨૦૨૭માં પોકળ વાયદા કરનારાઓને જનતા ઘરભેગા કરશે.
વધુમાં આપ નેતા બાબુભાઈ ડામોરે માગણી કરી હતી કે, ટ્રાઈબલ એડવાઈઝરી કમિટી (TAC) ના ચેરમેન પદે મુખ્યમંત્રીને બદલે બંધારણીય જોગવાઈ મુજબ આદિવાસી ધારાસભ્યને જવાબદારી આપવામાં આવે, પાંચમી અનુસૂચિ અને પેસા એક્ટનો સંપૂર્ણ અમલ કરવામાં આવે તથા ગ્રામસભા, તાલુકા અને જિલ્લા પંચાયતને સંપૂર્ણ સત્તાઓ આપવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના ડેમોનું પાણી હજારો કિલોમીટર દૂર જાય છે પરંતુ સ્થાનિકોને પીવા અને સિંચાઈ માટે પાણી મળતું નથી, ત્યારે પાણીની સુવિધા આપવી જોઈએ. આદિવાસીઓને વનવાસી કે વનબંધુને બદલે આદિવાસી તરીકે જ ઓળખ આપવી જોઈએ, જળ-જંગલ-જમીનના મૂળભૂત હકો અને વર્ષોથી ખેડાતી જમીનની સનદોના હજારો પેન્ડિંગ દાવાઓનો નિકાલ કરી માલિકી હક આપવો જોઈએ.
બાબુભાઈ ડામોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરી હતી કે, આદિવાસી વિસ્તારના હક માટેના પ્રશ્નોની રજૂઆત સાંભળીને તેનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત