Local
વેરાવળમાં નવનિયુક્ત અફઝલ સાહેબને ભવ્ય સન્માન સમારોહ
વેરાવળ સ્થિત લાબેલા શબાના હાઈસ્કૂલમાં ૧૯/૧૧/૨૦૨૬ના રોજ યોજાયેલી ચૂંટણીમાં અફઝલ સાહેબને જંગી બહુમતીથી જીત મળી અને સમસ્ત મુસ્લિમ પટણી સમાજ દ્વારા તેમને સન્માન માટે ભવ્ય સમારોહ યોજાયો.
૧૯/૧૧/૨૦૨૬ના રોજ વેરાવળ સ્થિત લાબેલા શબાના હાઈસ્કૂલમાં વેરાવળ સમસ્ત મુસ્લિમ પટણી સમાજની ચૂંટણી યોજાઈ. અફઝલ સાહેબને જંગી બહુમતીથી વિજય મળ્યો અને સમસ્ત પટણી સમાજ દ્વારા તેમના સન્માનમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ અફઝલ સાહેબને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન આપ્યું.
વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ-પાટણ-સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાએ ટેલિફોનિક સંપર્ક સાધી અફઝલ સાહેબને વિજય બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
સમારોહમાં સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ શહેર ભાજપના ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડીયા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી સહિતના રાજકીય અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી અફઝલ સાહેબને અભિનંદન પાઠવ્યા.h