સાંતલપુર ગ્રામ પંચાયતની બાજુમાં જ કચરાનો ઢગ, ગામના વિકાસનું શું?
Watch on:
▶️ YouTube
સાંતલપુર ગ્રામ પંચાયતની બાજુમાં જ કચરાનો ઢગ, ગામના વિકાસનું શું?
સાંતલપુર ગામમાં વિકાસની મોટી મોટી વાતો થાય છે, પણ વાસ્તવિકતા એ છે કે ગ્રામ પંચાયતની બાજુમાં જ કચરાનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી. પંચાયત કચેરીની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળે છે, જેના કારણે આસપાસ ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.
ગામલોકોના કહેવા મુજબ, કચરાના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. સફાઈની કામગીરી પણ નિયમિત થતી નથી. જ્યાં પંચાયતની કચેરી જ ગંદકીથી ઘેરાયેલી હોય, ત્યાં ગામનો વિકાસ ક્યાંથી થાય? એવો સવાલ ગામલોકો પૂછી રહ્યા છે.
વધુમાં, ગામલોકો દ્વારા એવી પણ ફરિયાદ કરવામાં આવી રહી છે કે સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી એચ.બી. સાધુ પંચાયતમાં નિયમિત હાજર રહેતા નથી. જેના કારણે ગામલોકોને દાખલા, પ્રમાણપત્ર અને અન્ય કામો માટે ધક્કા ખાવા પડે છે. પંચાયતમાં તલાટી ગેરહાજર રહેતા હોવાથી ગામના વિકાસના કામો પણ અટકી પડ્યા હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે.
ગામલોકોની માંગ છે કે:
પંચાયતની બાજુમાં રહેલા કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે.
કચરાના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
તલાટી નિયમિત પંચાયતમાં હાજર રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.
ગામના વિકાસના કામોમાં પારદર્શિતા લાવવામાં આવે.
જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગામલોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે.