🔥 TRENDING સાબરકાંઠા: લાલપુરમાં પ્રેમલગ્ન દંપતી પ... मनोहर सिंह भाटी बालमटाकली में टैंकरों से पीने के पानी... అక్వాన్ తుఫాన్: విశాఖపట్టణం 170 కి.మీ... भामन्या में धूम धड़ाका समिति द्वारा आय... अपमानजनक वागणूक आणि कमी मजुरीच्या निषे...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી મોંધવારીના મુદ્દે આમ આદમી પાર્ટી મહિલા સંગઠન મેદાને કલેકટર મારફતે મુખ્યમંત્રી નેં આવેદનપત્ર પાઠવ્યું

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 20 Nov 2026, 03:38 PM 👁 34
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ધટાડવાની માંગ માંગણી ઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી

અમરેલી....

**અમરેલી: મોંઘવારીના મુદ્દે AAP મહિલા સંગઠન મેદાને, કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું**

**પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની માંગ; માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી**

અમરેલી ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહિલા સંગઠને રજૂઆતમાં જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, દૂધ, શાકભાજી, અનાજ અને ખાદ્યતેલ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધતા ભાવને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે.

આવેદનપત્રમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવા, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ સંગ્રહખોરી અને કાળાબજારી સામે કડક કાર્યવાહી કરવાની મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નિકુંજ સાવલિયા, અરુણાબેન પંડ્યા, જે.ડી. કથીરિયા અને હિરેન વીરડીયાએ મોંઘવારી મુદ્દે સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવી સામાન્ય જનતાને તાત્કાલિક રાહત આપવાની માંગ કરી હતી.

આ કાર્યક્રમમાં જયદીપભાઈ પાંચાણી, નટવરભાઈ મકવાણા, હિતેષભાઈ સેન્જલીયા, કાંતિભાઈ ધાધલ, હાર્દિકભાઈ સાંગાણી, વિમલભાઈ લાઠીયા, રાજુભાઈ વાળા, નરેશભાઈ પરમાર, મિલનભાઈ સોરઠીયા, ઉકાભાઈ સાકળિયા, ગુણાભાઈ ઓડિયા, ઓધવજીભાઈ પટેલ, હિતેષભાઈ દોંગા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

**મહિલા સંગઠને ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર દ્વારા માંગણીઓ અંગે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો જનતાના હિતમાં વધુ ઉગ્ર લોકશાહી આંદોલન કરવામાં આવશે.**

રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી.....
📲Get App