🔥 ट्रेंडिंग జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్: ఖరీఫ్ ప... अक्षय नवमी पर पंचकोसी परिक्रमा में श्र... वार्ड 22 सोहल्ला में कम सीमेंट वाली खर... गुजरात में 35,000 करोड़ रुपये से अधिक... दिल्ली में महिला के कानों से कुंडल झपट... दिल्ली के टैक्सी चालक पर महिला यात्री...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાજુલા પોલીસે કીં.રૂ.૧૩,૩૨૦ ના મુદ્દામાલ સાથે કેબલ ચોરીના બે આરોપીઓને પકડી પાડ્યા

✍️ रिपोर्टर: Hanif Katiyar 🗓 19 नव. 2026, 07:37 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ટીમે બે અનડિટેક્ટ કેબલ વાયર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક પુરુષ અને એક મહિલાને કબ્જામાં રહેલા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ટીમે કેબલ વાયર ચોરીના બે અનડિટેક્ટ ગુન્હાઓનો ભેદ ઉકેલી એક પુરુષ અને એક મહિલા આરોપીને પકડી પાડ્યા છે.

આ ઘટનામાં પોલીસે કુલ કિંમત રૂ.૧૩,૩૨૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ પકડ ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

રાજુલા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ કેબલ ચોરીના ગુના દાખલ થયા હતા. પ્રથમ ગુનામાં ૬ મી.મી. ના ૨૨ મીટરના કેબલ વાયર (કિંમત રૂ.૨,૬૦૦/-) અને બીજા ગુનામાં ૬ મી.મી. ના ૧૫૦ મીટરના કેબલ વાયર (કિંમત રૂ.૧૦,૦૦૦/-)ની ચોરી થઈ હતી. બંને ગુના B.N.S.-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમી અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આ ગુનાના આરોપીઓને શોધી કાઢ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં રાજુ રાયાભાઈ બારૈયા (ઉંમર ૩૦ વર્ષ) અને તેમની પત્ની નો સમાવેશ થાય છે. બંને મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નારિયેલી મોલી ગામના રહેવાસી હોવાનું જણાયું છે, પોલીસે તેમના કબ્જામાંથી ૩૩ મીટરનો કેબલ વાયર (રૂ.૩,૩૦૦/-), બજાજ સી.ટી. ૧૦૦ મો.સા. (રજિ. નં. GJ01EC6962, રૂ.૧૦,૦૦૦/-) કબજે કર્યું છે
📲Get App