Local
સાતકુંડા બનશે મહીસાગરનું નવું ઇકો-ટુરિઝમ કેન્દ્ર: પ્રકૃતિના જતન સાથે વિકાસનો સંકલ્પ
નમસ્કાર દર્શક મિત્રો, NEED24 NEWS માં આપનું સ્વાગત છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું મહીસાગર જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય ધામ સાતકુંડાને લઈને એક મહત્વના સમાચાર.
મહીસાગર જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળ સાતકુંડા ખાતે હવે પર્યાવરણીય પ્રવાસન એટલે કે ઇકો-ટુરિઝમ વિકસાવવામાં આવશે.
રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ સાતકુંડાની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સાત કુંડના અદભૂત સંગમ સમા આ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રવાસન ક્ષમતાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, સાતકુંડાને પર્યાવરણના જતન સાથે એક આદર્શ ઇકો-ટુરિઝમ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવે. વન સંપદાને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે રીતે પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, સાતકુંડા જેવા કુદરતી સ્થળોનો વિકાસ થવાથી પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓનો ધસારો વધશે, જેના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું પણ સર્જન થશે.
વધુમાં, મંત્રીશ્રીએ સમગ્ર પરિસરમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ અનુરોધ કર્યો હતો. કુદરતી જળ સ્ત્રોતો અને કુંડની પવિત્રતા તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવા અને સ્થાનિક નાગરિકો તેમજ મુલાકાતીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા તેમણે જણાવ્યું હતું. સ્વચ્છ અને સુંદર પર્યાવરણ એ જ સાચા અર્થમાં પ્રવાસન વિકાસની પ્રથમ શરત છે.
આ મુલાકાત વેળાએ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન, વન વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે સાતકુંડા હવે ફક્ત પ્રાકૃતિક સૌંદર્યનું સ્થળ નહીં, પણ મહીસાગરના ઇકો-ટુરિઝમના નવા નકશા પર એક મહત્વનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
આવા જ વધુ સમાચાર માટે જોતા રહો NEED24 NEWS.