🔥 TRENDING આગની આગ પછી ૧૦૦૦ લોકો બેરોજગાર . *70 हजार की आबादी को 48 से 72 घंटे में... नारायणगंज मड़ई में जनसैलाब, हजारों की... . ರಾಮದುರ್ಗ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಗ್ರಾ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા પો.સ્ટે. ના અપહરણના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા લીસ્ટ્રેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 19 Nov 2026, 03:33 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરોપીને રાજુલા પોલીસને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો

રાજુલા પો.સ્ટે. ના અપહરણના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા લીસ્ટ્રેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા અમરેલી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અનન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પો.સ્ટ્રે. ફ.ગુ.૨.નં.૨૨૮/૨૦૦૫, આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા લીસ્ટ્રેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટ્રેશન સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીત:-

રમેશ રામબેલાસ ઉર્ફે રામવીલાસ યાદવ, ઉ.વ.૪૦, રહે.બબનોટી શંકરપુર, તા.જિ.બેહરાઇચ (ઉત્તરપ્રદેશ).

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફ:-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા, ગોકુળભાઇ કલોતરા, જનકભાઇ હીમાસીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
📲Get App