Politics
દાહોદના કંબોઈ ખાતે જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત મહિલા સંમેલન, મંત્રી રમણભાઈ સોલંકીએ વિતરણ કર્યા હુકમો
ગુરુ ગોવિંદ ધામ, કંબોઈ ખાતે આયોજિત મહિલા સંમેલનમાં રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ સોલંકીએ સરકારી યોજનાઓના મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું.
દાહોદ, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ૧૩૦-ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ગુરુ ગોવિંદ ધામ, કંબોઈ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રીએ ગુરુ ગોવિંદજીની સમાધિ પર વિધિવત આરતી અને પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાની સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને આદિવાસી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારામાં જોડાય તે માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમણે મહિલાઓને આ યોજનાઓનો મહત્તમ લાભ લઈ પોતાના પરિવાર અને સમાજના વિકાસમાં સહભાગી બનવાની સૂચના આપી હતી.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે પગભર બનેલી મહિલાઓએ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમણે સરકારી સહાયથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલી લાભાર્થી બહેનોને મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયાએ માનગઢ ખાતે દેશની આઝાદી માટે શહીદી વહોરનાર આદિવાસી વીરસપૂતોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના અધિકારોના સંરક્ષણ અને શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિતના ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સમાજના દરેક વર્ગ સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તે જરૂરી છે. આ પ્રસંગે સંગઠનના પ્રદેશ મંત્રીશ્રી મુક્તિબેન જોશી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.