🔥 ट्रेंडिंग 25 वर्ष की उम्र में शिखा बांकावत बनीं... आजमगढ़ उत्तर प्रदेश के पल्हना माता धाम... बिलासपुर के रामतला में कांग्रेस नेता आ... 🏏 क्रिकेट के एक युग का अंत! IPL से मह... छठ पूजा: सूर्य देव की आराधना का प्रमुख... शाहपुरा जयपुर पंचायत समिति चुनाव - 20...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજુલામાં કોટડીપરા મુકામે "સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં સહભાગી બન્યા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 18 नव. 2026, 10:04 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજુલામાં કોટડીપરા મુકામે "સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં સહભાગી બન્યા

પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્યનું કામ, સ્વચ્છતા આપણો નિયમિત આગ્રહ બને તે મહત્વનું : રાજ્યપાલશ્રી

કોટડીપરા ગામના ચોકમાં ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, વ્યસનમુક્ત ગામ માટે સહજ રીતે પ્રેરક સંદેશો આપતાં રાજ્યપાલશ્રી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કોટડીપરા મુકામે ગીર ગાય ગૌશાળાની મુલાકાત લઈને ગૌ સેવા કરી


અમરેલી તા, ૧૭ નવેમ્બર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડીપરા ગામની મુલાકાત લીધી હતી. આ તકે રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવો "સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં સહભાગી બન્યા હતા અને ઉપસ્થિત સૌને નિયિમિત સ્વચ્છતા પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું, સાથે રાજ્યપાલશ્રીએ સફાઈ કર્મીઓને સન્માનિત પણ કર્યા હતા.

રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આપણે ઓક્સિજન વિના જીવી શકતા નથી, આથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણ કરવું અનિવાર્ય છે.

"સ્વચ્છતા હી સેવા" પ્રવૃત્તિ દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને પોતાના ઘરની સાથે ઘરની આસપાસના વિસ્તારની પણ નિયમિત રીતે સાફ સફાઈ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્વચ્છતા થકી સન્માન વધે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કોટડીપરા મુકામે ગીર ગાય ગૌશાળાની મુલાકાત લઈને ગૌ સેવા કરી હતી.

આ તકે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, કોટડીપરા સરપંચ શ્રી લીલાબેન મનુભાઈ નકુમ, સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેકટર શ્રી હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મોર્ય, એ.એસ.પી. શ્રી જયવીર ગઢવી, રાજુલા પ્રાંત અધિકારી શ્રી અક્ષર વ્યાસ, સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App