🔥 ट्रेंडिंग 25 वर्ष की उम्र में शिखा बांकावत बनीं... आजमगढ़ उत्तर प्रदेश के पल्हना माता धाम... बिलासपुर के रामतला में कांग्रेस नेता आ... 🏏 क्रिकेट के एक युग का अंत! IPL से मह... छठ पूजा: सूर्य देव की आराधना का प्रमुख... शाहपुरा जयपुर पंचायत समिति चुनाव - 20...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે કોટડીપરા ખાતે ખેત તલાવડીનું લોકાર્પણ; સાત લાખ લીટર પાણીનો થશે સંગ્રહ

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 18 नव. 2026, 10:02 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે કોટડીપરા ખાતે ખેત તલાવડીનું લોકાર્પણ; સાત લાખ લીટર પાણીનો થશે સંગ્રહ

યુરિયા અને ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરો વિના પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી દ્વારા ભરપૂર ઉત્પાદન મેળવી શકાય છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી


અમરેલી, તા. ૧૭ નવેમ્બર
ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડીપરા ખાતે ખેડૂત શ્રી મનુભાઈ નકુમના ખેતરમાં રાજ્ય સરકારની સહાયથી તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ખેત તલાવડીમાં પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા માટે જિયોમેમ્બ્રેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પરિણામે અંદાજે સાત લાખ લીટર વરસાદી પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો અને ખેડૂતોને સંબોધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જળસંચય અને જળસંવર્ધનના આ પ્રયાસ બદલ ખેડૂત શ્રી મનુભાઈ નકુમ અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત ૯૨ વર્ષીય વડીલનો વિશેષ ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની દવાઓ વિના ૯૨ વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવું એ પ્રકૃતિની ગોદમાં શાંત અને સંતોષમય જીવન જીવવાનું જ પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજના યુગમાં આવા વડીલો આપણા સૌના માટે જીવંત પ્રેરણાસ્ત્રોત છે.

પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રીએ આહ્વાન કર્યું હતું કે, માત્ર પોતાના પરિવાર પૂરતું જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ ઝેરમુક્ત અનાજ મળી રહે તે માટે ખેડૂતોએ સંપૂર્ણ ખેતરને પ્રાકૃતિક ખેતી તરફ વાળવું જોઈએ. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, યુરિયા અને ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા વિના પણ સંપૂર્ણ ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે આગામી દિવસોમાં વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.

રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી અને ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂતો અને નાગરિકો સુધી પહોંચાડવા સતત કાર્યરત છે.

રાજ્યપાલશ્રીએ સમૂહખેતી ગામ ખાતે રાત્રિ જનસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગ્રામજનોને આમંત્રણ પણ પાઠવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી,સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ કુમાર મૌર્ય, સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, એ.એસ.પી. ધારીશ્રી જયવીર ગઢવી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App