🔥 ट्रेंडिंग লেক কালীবাড়িতে জগদ্ধাত্রী পুজোতে উপস্থ... ਫਿਰ ਸਜੇਗੀ ਟੋਪੀ ਤੇ ਡੋਰੀ ਦੀ ਸ਼ਾਨ: ਫ਼ੌਜ ਨ... उत्पादक बंडला गनेश को चेक बाउंस मामले... आंध्र प्रदेश ने लॉन्च किया सेमीकंडक्टर... चक्रवात अक्वान तेज़ी से बढ़ा, आंध्र प्... तेज रफ्तार से आ रही बाकी ने मारी टक्क...
18 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિએ જાનકી આશ્રમ ખાતે ભવ્ય મહિલા સંમેલન યોજાયું

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 18 नव. 2026, 08:19 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના જાનકી આશ્રમ ખાતે આદિવાસી સમાજના મહાનાયક અને ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહના સમાપન પ્રસંગે ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ડેડીયાપાડા, ચીકદા અને સાગબારા તાલુકાની મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંમેલનમાં મહિલા સશક્તિકરણ, દીકરીઓના શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક અને સન્માન માટે ઐતિહાસિક સંઘર્ષ કર્યો હતો. આજે સમાજના વિકાસ માટે શિક્ષણ સૌથી મોટું શસ્ત્ર છે. મહિલાઓ અને દીકરીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી IAS અને IPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી વહીવટી સેવાઓમાં સ્થાન મેળવવું જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રભારી હર્ષદભાઈ વસાવાએ મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી. જ્યારે માજી જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ મહિલા સશક્તિકરણ, આર્થિક સ્વાવલંબન અને દીકરીઓના શિક્ષણ માટે સરકારની યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચાડવા ભાર મૂક્યો હતો.

સંમેલન દરમિયાન વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત લાભાર્થીઓને વધામણા કીટ અને અભ્યાસ કીટ અર્પણ કરી દીકરીઓના શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને વિકાસને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ વસાવા, ખોખરાઉંમરનાં સરપંચ અનિતાબેન વસાવા, સંગઠનના સભ્યો, આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનના માધ્યમથી આદિવાસી સમાજમાં મહિલા સશક્તિકરણ, દીકરીઓના શિક્ષણ અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App