🔥 TRENDING किसानों किजामिन कि रशीद और खरीद पर लाग... BJP central leadership admits mistake... જાપાને 48 દેશો સામે મૂક્યો મોટો પ્રસ્ત... Uttar Pradesh teachers delight student... Sikkim to Face Nagaland Pradesh in 17... Sikkim INSPIRES Mid‑Term Review Highli...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અંજાર-ગાંધીધામ હાઈવે ઉપર ચાલુ ટ્રકમાં ટાયર બ્લાસ્ટ થતા ગાડીમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, ટ્રક ગાંધીધામ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટ્યું હતું

✍️ Reporter: Naresh katua 🗓 18 Nov 2026, 12:51 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*અંજાર-ગાંધીધામ હાઈવે ઉપર ચાલુ ટ્રકમાં ટાયર બ્લાસ્ટ થતા ગાડીમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં*

અંજાર-ગાંધીધામ હાઈવે ઉપર ચાલુ ટ્રકમાં ટાયર બ્લાસ્ટ થતા ગાડીમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, ટ્રક ગાંધીધામ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને ટ્રકને રસ્તાની બાજુમાં ઉભી રાખીને તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. આથી કોઈ જાનહાનિ થઈ નથી. આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ થયો હતો. ટ્રકને ભારે નુકસાન થયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

*- આપણા સમાચાર કચ્છ*
📲Get App