🔥 TRENDING Kerala warns of rice shortage as paddy... *बेजुबान पशुओं के मददगार बने आनंद नगर... Cyclone Akvan to bring light rain to T... Tamil Nadu Postal Circle Unveils Phila... Man arrested and house demolished afte... ખેરાલુ સાંઇબાબા મંદિર પાસે
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલા બાયપાસ પર ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં તંત્ર દોડતું થયું, માર્ગ બંધ કરાયો

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Nov 2026, 09:01 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાવરકુંડલા બાયપાસ પર ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં તંત્ર દોડતું થયું, માર્ગ બંધ કરાયો

ક્રેનની મદદથી ટેન્કર હટાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિક જામ સર્જાયો, સાવરકુંડલાથી મહુવા, અમરેલી અને રાજુલા તરફ જતા વાહનચાલકો અટવાયા


સાવરકુંડલા શહેરના બાયપાસ સ્ટેટ હાઇવે પર પીપાવાવથી મોરબી તરફ જઈ રહેલું ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જવાના બનાવને પગલે તંત્ર દોડતું થયું હતું.

ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી પલટી ગયેલા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ટેન્કર હટાવવાની કામગીરી દરમિયાન માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે સાવરકુંડલાથી મહુવા, અમરેલી અને રાજુલા તરફ જતાં વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા.

સમગ્ર કામગીરી દરમિયાન સાવરકુંડલા પોલીસ અને નગરપાલિકાના ફાયર વિભાગની ટીમો દ્વારા તકેદારીના પગલાં સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ટેન્કરમાં ડ્રાઇવર સહિત બે વ્યક્તિ સવાર હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ગેસ ભરેલું ટેન્કર હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી.
📲Get App