🔥 TRENDING ਵੱਡੀ ਖ਼ਬਰ ; ਭਾਰਤੀਆਂ ਨਾਲ ਭਰੇ ਜਹਾਜ਼ ''ਤੇ... జీకే వీధి 1వ వార్డుపై కొర్ర ప్రసన్న కు... जिला पंचायत के मुख्य कार्यपालन अधिकारी... జీకే వీధి సర్పంచ్ పోరులో సీపీఎం అభ్యర్... पुरणगावचे ह.भ.प. श्याम महाराज ठोंबरे य... గ్రామ సేవే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి శ...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હરિયાળું ગુજરાત – સ્વચ્છ અને સમૃદ્ધ પર્યાવરણનો સંકલ્પ 🌳

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Nov 2026, 08:25 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌱 હરિયાળું ગુજરાત – સ્વચ્છ અને સમૃદ્ધ પર્યાવરણનો સંકલ્પ 🌳

આજરોજ મારા મતવિસ્તાર રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે પધારેલા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા પણ સહભાગી બન્યા હતા. તેમની સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

વૃક્ષોનું જતન અને સંવર્ધન એ માત્ર આપણી જવાબદારી જ નહીં, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું ભવિષ્ય આપવાનો સંકલ્પ છે.

ચાલો, વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને હરિયાળા ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ. 🌳🙏
📲Get App